ડાંગ જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા "શ્રી અન્ન" (મિલેટ્સ) વાનગી હરિફાઈ આહવા સેજાના ડુંગરી ફળિયા આંગણવાડી કેન્દ્ર ખાતે યોજાઈ હતી. સામાજિક કાર્યકર ગિરીશભાઈ મોદીના અધ્યક્ષતામા યોજાયેલી આ વાનગી સ્પર્ધામા પ્રથમ ક્રમે દેવલપાડાના આંગણવાડી વર્કર અનિતાબેન ચૌધરી, બીજા ક્રમે પટેલપાડા આંગણવાડી વર્કર લતાબેન ગાયકવાડ, અને ત્રીજા ક્રમે પોલીસ લાઈનના આંગણવાડી વર્કર જમનાબેન પવાર વિજેતા બન્યા હતા. વિજેતાઓને ગિરીશભાઈ મોદીના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામા આવ્યા હતા. તેમજ તમામ આંગણવાડી વર્કર "શ્રી અન્ન" મિલેટ્સ સ્પર્ધામાં ભાગ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application