Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વઘઈ ખાતે 'શ્રી અન્ન અવરેનેસ રેલી' યોજાઈ

  • February 27, 2023 

આંતરરાષ્ટ્રીય હળવા ધાન્ય વર્ષ-2023 (મિલેટ વર્ષ)ના ભાગ રૂપે વઘઈમા 'શ્રી અન્ન અવરેનેસ રેલી' યોજવામા આવી હતી. જિલ્લા પંચાયતની ઉત્પાદન સહકાર અને સિંચાઇ સમિતિના અધ્યક્ષ સવિતાબેન ભોંયે દ્વારા રેલીની શરૂઆત મિલેટ રીસર્ચ સેન્ટર કેમ્પસથી લીલી ઝંડી બતાવી કરવામા આવી હતી. રેલીમા નાગલી(રાગી) ખાઈએ, તંદુરસ્ત રહીએ, આપણુ ડાંગ, પ્રાકૃતિક ડાંગ, જય જવાન જય કિસાન જેવા વિવિધ નારાઓ ગુંજ્યા હતા.







તેમજ એગ્રી કલ્ચર કોલેજ-વઘઈ, જિલ્લા ખેતીવાડી વિભાગ, અને કેન્દ્ર સરકારશ્રીની પ્રધાનમંત્રી સૂક્ષ્મ ખાદ્ય સંસ્કરણ ઉન્નતી યોજના (PMFME)ની ઇમ્પ્લીમેન્ટેશન એજન્સી-રાજ્ય કક્ષા શ્રી ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા પણ ખેડૂતો, યુવા ઉદ્યમીઓ તેમજ જન જન સુધી યોજનાની માહિતી પહોંચે એવા હેતુ થી PMFME યોજના, પ્રાકૃતિક કૃષિ, સંશોધિત બીયારણના ઉપયોગને લગતા સૂત્રો તેમજ અપીલના બેનર સાથે એગ્રિકલચર કોલેજ વઘઈના વિધાર્થીઓ, પ્રોફેસરો, KVK તેમજ મિલેટ રીસર્ચ સેન્ટર નાં સાયન્ટિસ્ટો, જિલ્લા ખેતીવાડી અધિકારી, લાઈન ડિપાર્ટમેન્ટનાં અધિકારીઓ, ટ્રુ લાઈફ એન્ટરપ્રાઈઝ CBBO અને હેન્ડ હોલ્ડિંગ એજન્સીના સ્ટેટ નોડલ ઓફિસર તેમજ જિલ્લાના તમામ કર્મચારીઓ જોડાયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application