રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ મામલે કાયદો કરાયા બાદ સોમવારે તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પોલીસ તેમજ આરટીઓ વિભાગ દ્વારા ફરજિયાત સ્પેશ્યલ હેલ્મેટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 2 વાહનો ડીટેઈન કરી અંદાજીત 108 જેટલા વાહનચાલકોને હેલ્મેટ વિનાના જણાતા તેઓને દંડ ફટકારવામાં આવ્યા હતા.
સરકારી કર્મચારીઓને બાઈક ઉપર ફરજિયાત હેલ્મેટ પહેરવા મામલે કાયદાકીય પરિપત્ર કરાયા બાદ તા.2જી ડીસેમ્બર સોમવાર નારોજ તાપી જિલ્લા કલેકટર કચેરી ખાતે પોલીસ તેમજ આરટીઓ વિભાગની સ્પેશ્યલ હેલ્મેટ ડ્રાઈવ યોજાઈ હતી જેમાં 108થી વધારે લોકો હેલ્મેટ વિના બાઈક ચલાવતા મળી આવ્યા હતા તે તમામને દંડનીય જોગવાઈ મુજબ મેમો આપી કુલ રૂપિયા 54 હજાર દંડિત કરાયા હતા,જયારે 2 વાહનો ડીટેઈન કરાયા હતા તેમજ કુલ 51 ઈ-ચલણના અંદાજીત રકમ 1,02,300/-નો દંડ ફટકાર્યો હતો.આગામી સમયમાં પણ તાપી જિલ્લા કલેકટર કચેરી સહિત અન્ય સરકારી કચેરીઓ તેમજ કર્મચારીઓમાં આવનારા દરેક વ્યક્તિ માટે હેલ્મેટ ફરજિયાત પહેરવા રજૂઆત કરાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application