ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે આ અઠવાડિયે X પર કહ્યું હતું કે ભારતમાં દરેક દેશની જેમ ઇલેક્ટ્રિક કાર હોવી જોઈએ. ભારતમાં ટેસ્લા ઈલેક્ટ્રિક વાહનો ઉપલબ્ધ કરાવવી જરૂરી બની ગઈ છે. મસ્ક એવા સમયે ભારત આવી રહ્યા છે જ્યારે અહીં ચૂંટણી યોજાવાની છે. એવું પણ માનવામાં આવતું હતું કે, મસ્ક ભારત પ્રવાસ સમય દરમિયાન ટેસ્લાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની પણ જાહેરાત કરી શકે છે. અગાઉ એવા સમાચાર હતા કે ઈલોન મસ્ક 21 અને 22 એપ્રિલે ભારતમાં આવશે.
આ દરમિયાન ઈલોન મસ્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળશે. આ સિવાય ટેસ્લાના સીઈઓ અને તેમની ટીમ સરકારી અધિકારીઓ અને ઉદ્યોગના પ્રતિનિધિઓને મળશે પણ સ્પેસએક્સ અને ટેસ્લાના માલિક ઈલોન મસ્કની ભારતની યાત્રા મુલતવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આવું કેમ થયું તે હજુ સુધી જાણી શકાયું નથી. જો કે, આ બાબત સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા અનુસાર, મસ્કને ટેસ્લાના પ્રથમ ક્વાર્ટરના પ્રદર્શન સાથે સંબંધિત પ્રશ્નોના જવાબ આપવા માટે 23 એપ્રિલે યુએસમાં કોન્ફરન્સ કોલમાં ભાગ લેવો પડશે. આવી સ્થિતિમાં, આ એક કારણ હોઈ શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500