Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાઉથ સુપર સ્ટાર પ્રભાસ આગામી ફિલ્મમાં ફૌજીના રોલમાં જોવા મળશે

  • July 29, 2024 

સાઉથનો સુપર સ્ટાર પ્રભાસ આગામી ફિલ્મમાં ફૌજીના રોલમાં જોવા મળવના છે. એક રિપોર્ટ અનુસાર, ૨૨ ઓગસ્ટના એક ગ્રાન્ડ ઇવેન્ટમાં ફિલ્મની સત્તાવાર ઘોષણા કરવામાં આવશે. ફિલ્મ પ્રી-ઇન્ડિપેડન્સ એરાના સેટમાં બનવાની છે. દિગ્દર્શક હનુ રાઘવપડી એક ફૌજીના દિલને સ્પર્શનારી લવસ્ટોરી બનાવાનો છે. આ ફિલ્મ સાથેસાથે સુભાષ ચંદ્પે બોઝના સમયને પણ દર્શાવશે. જે આઝાદ હિંદ ફૌજના ફાઉન્ડર હતા. ફિલ્મમાં પ્રભાસ ફૌજમાં કામ કરતો જોવા મળશે. રિપોર્ટમા એમ પણ જણાવામાં આવ્યું છે કે, પ્રભાસે પોતાને સોલ્જરના રૂપમાં ટ્રાન્સફોર્મ કરવાનું શરૂ કરી દીધું છે. આ પછી જ તે ફિલ્મ ફૌજીના સેટને જોઇન કરશે. ફિલ્મમાં અભિનેત્રીના રોલ વિશે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ મૃણાલ ઠાકુર અને રશ્મિકા મંદાનાનું નામ સામે આવી રહ્યું છે. આ પીરિયડ ડ્રામાનું મ્યૂઝક વિશાલ ચંદ્રશેખર કમ્પોજ કરશે. આ ફિલ્મને ૨૦૨૫ના અંત સુધીમાં રિલીઝ કરવામાં આવશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application