સાઉથ ઈન્ડસ્ટ્રીનાં સુપરસ્ટાર મહેશ બાબુ અને બોલીવુડ એક્ટ્રેસ નમ્રતા શિરોડકરની સુંદર દીકરી સિતારા હાલ ચર્ચામાં છે. સિતારા તાજેતરમાં જ ટાઇમ્સ સ્ક્વેર પર દેખવનાર પ્રથમ સ્ટારકીડ બની છે. હાલમાં જ તેણે એક જ્વેલરી બ્રાન્ડ માટે ફોટોશૂટ કરાવ્યું હતું. જે ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરમાં બતાવવામાં આવ્યું છે. આ ફોટોશૂટ માટે સિતારાએ બોલીવુડના એક્ટર જેટલી ફી લીધી હતી. મહેશબાબુ અને નમ્રતા શિરોડકરની પુત્રી સિતારાએ 11 વર્ષની ઉંમરે એવું કરી બતાવ્યું છે જેના કારણે દરેકને તેના પર ગર્વ છે. તાજેતરમાં સિતારાએ એક જ્વેલરી બ્રાંડ માટે ફોટોશૂટ કરાવ્યું છે. આ બ્રાન્ડે તેને પોતાનો એમ્બેસેડર પણ બનાવ્યો છે.
આ ફોટોશૂટ માટે સિતારાએ એક કરોડ રૂપિયાની મોટી રકમ લીધી છે. જે ઈન્ડસ્ટ્રીની ઘણી અભિનેત્રીઓની ફી બરાબર છે. સિતારાનું આ ફોટોશૂટ તારીખ 4 જુલાઈએ ન્યૂયોર્કનાં ટાઈમ્સ સ્ક્વેરમાં બતાવવામાં આવ્યું હતું. આમ કરનાર તે સૌથી નાની વયની સ્ટાર કિડ બની ગઈ છે. તેની ફોટોસ સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ પહેલા સિતારા તેના પિતા મહેશબાબુની ફિલ્મ 'સરકરૂ વારી પાટા'નાં એક ગીતમાં પણ જોવા મળી હતી. આ પહેલી વાર હતું જયારે સિતારા સ્ક્રીન પર દેખાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application