Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાઉથ અભિનેત્રી રશ્મિકા મંદાનાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ થયું

  • February 19, 2024 

સાઉથ અભિનેત્રી રશ્મિકા મંદાના અવારનવાર ચર્ચામાં રહે છે. રશ્મિકાએ એનિમલ ફિલ્મ દ્વારા પણ બોલિવુડ ચાહકોના દિલ જીતી લીધા છે. પરંતુ આ દરમિયાન રશ્મિકાએ પોતાનો એક ડરામણો અનુભવ શેર કર્યો છે. મુંબઈથી હૈદરાબાદ જઈ રહેલી અભિનેત્રીની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. રશ્મિકા મંદાનાએ શનિવારના રોજ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર અભિનેત્રી શ્રદ્ધા દાસ સાથેનો પોતાનો એક ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં લખ્યું કે,"માત્ર તમારી જાણકારી માટે, આજે અમે મોતથી બચ્યા.."


સેફ લૈન્ડિંગ બાદ રશ્મિકા અને શ્રદ્ધાના ચેહરા પર ખુશી જોવા મળી રહી છે. સાથે તેમણે ફોટો પણ શેર કર્યો છે. એક રિપોર્ટ અનુસાર, રશ્મિકા મંદાના શ્રદ્ધા અને અન્ય પ્રવાસીઓને લઈ જઈ રહેલી એર વિસ્તારાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાયા બાદ મુસાફરોને ડરામણા અનુભવનો સામનો કરવો પડ્યો હતો અને બેસી રહેવું પડ્યું હતું. આ ફ્લાઈટ મુંબઈથી હૈદરાબાદ જઈ રહી હતી. ટેક્નિકલ ખામીના કારણે ફ્લાઇટનું 30 મિનિટ બાદ ફરીથી મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં મુસાફરોને કોઈપણ પ્રકારનું નુકસાન થયું ન હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application