સાઉથનાં સુપરસ્ટાર વિજયે ફાઈનલી સોશિયલ મીડિયામાં એન્ટ્રી કરી છે. વિજયે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોતાનું એકાઉન્ટ બનાવ્યુ અને પોતાની પ્રથમ પોસ્ટ કરી છે. વિજયે સોલ્ટ એન્ડ પેપર હેર સ્ટાઈલમાં પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં તે વ્હાઈટ ટી શર્ટ અને બ્લેક જેકેટ પહેરેલો નજર આવી રહ્યો છે. વિજયે આ તસ્વીરના કેપ્શનમાં લખ્યુ-Hello Nanbas and Nanbis. થલાપતિ વિજય સાઉથ સિનેમાના એક ખૂબ જ પોપ્યુલર અને હાઈએસ્ટ પેડ એક્ટર છે. તેમણે પોતાના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. લોકો તેમની એક્ટિંગના દિવાના છે. ફક્ત સાઉથમાં જ નહીં પરંતુ આખા દેશમાં તેમની ખૂબ જ ફેનફોલોઈંગ છે.
તેમના કરોડો ફેન્સ છે. ત્યાં જ હવે ઈન્સ્ટાગ્રામ પર પણ તેમના માટે ફેન્સની દિવાનગી જોવા મળી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર સુપરસ્ટાર વિજયની એન્ટ્રી ધમાકેદાર રહી છે કારણ કે તેનું એકાઉન્ટ એક્ટિવ થયાના થોડા જ કલાકોમાં 4 મિલિયનથી વધુ ફોલોઅર્સ આવી ગયા છે. ફોટોને અત્યાર સુધીમાં લગભગ 41 લાખ લોકોએ લાઈક કર્યો છે. કમેન્ટ સેક્શનમાં વિજયના ચાહકો તેને શુભેચ્છા પાઠવી રહ્યા છે અને તેને આ એકાઉન્ટ પર એક્ટિવ રહેવા માટે કહી રહ્યા છે. વિજયનાં ઈન્સ્ટા બાયોમાં તેણે લખ્યું છે-ઓફિશિયલ પેજ જે એક્ટર વિજયની ઓફિસ દ્વારા હેન્ડલ કરવામાં આવશે. કીર્તિ સુરેશ અને અભિનેત્રી રશ્મિકા મંદાનના એ પેજને પ્રથમ ફોલો કરનારા થોડા સ્ટાર્સમાં હતી. વિજયના ચાહકોની એવી ક્રેઝીનેસ હતી કે થોડી જ મિનિટોમાં ટ્વિટર પર હેશટેગ #ThalapathyOnInstagram ટ્રેન્ડ થવા લાગ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application