Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાઉથ સુપરસ્ટાર રજનીકાંત ભારતના સૌથી મોંઘા એક્ટર : ફિલ્મ ‘Jailer’એ તમામ રેકોર્ડ તોડી વિશ્વભરમાં કરોડો રૂપિયાની કમાણી કરી

  • September 02, 2023 

દર વખતની જેમ આ વખતે પણ રજનીકાંતની ફિલ્મને લઈને ચાહકો વચ્ચે ગજબનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જેલરે સમગ્ર વિશ્વમાં ધમાલ મચાવી દીધી છે. તારીખ 10 ઓગસ્ટે રિલીઝ થયેલી જેલરની શાનદાર કમાણી બોક્સ ઓફિસ પર હજુ પણ યથાવત છે. રજનીકાંતની ફિલ્મે તમામ રેકોર્ડ તોડતા વિશ્વભરમાં લગભગ 600 કરોડ રૂપિયાની કમાણી કરી નાખી છે. આ દરમિયાન ફિલ્મના હીરો રજનીકાંતની ફી અંગે મોટો ખુલાસો થયો છે, જેને સાંભળીને તમે ચોંકી જશો. આ વાતની જાણકારી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ટ્રેકર મનોબાલા વિજયને પોતાના ટ્વીટર હેન્ડલ દ્વારા આપી છે.



તેમણે પોતાની ટ્વીટમાં રજનીકાંતની એક તસવીર શેર કરતા લખ્યુ છે કે જાણકારી મળી છે કે કલાનિધિ મારને જે ચેક રજનીકાંતને આપ્યો છે, તે 100 કરોડ રૂપિયાનો છે. આ ચેક જેલરના પ્રોફિટ શેરિંગનો છે. આ સિવાય રજનીકાંતને પહેલા જ ફિલ્મની ફી મળી ચૂકી છે, જે 110 કરોડ રૂપિયા છે. કુલ મળીને સુપરસ્ટારને 210 કરોડ રૂપિયા જેલર માટે મળ્યા છે. આ પ્રકારે રજનીકાંતનું નામ હવે દેશના સૌથી મોંઘા એક્ટરમાં ગણાવાઈ રહ્યુ છે. જોકે હજુ સુધી આ વાતની સત્તાવાર કોઈ પુષ્ટિ થઈ નથી. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ જેલરમાં રજનીકાંત સિવાય તમન્ના ભાટિયા, રામ્યા કૃષ્ણન, વસંત રવિ અને વિનાયકન મુખ્ય ભૂમિકામાં નજર આવી રહ્યા છે. જેલરમાં મોહનલાલ, જેકી શ્રોફ અને શિવ રાજકુમાર કેમિયો રોલમાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application