Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દક્ષિણ કોરિયાનાં વિપક્ષની નેતા પર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચપ્પુ વડે હુમલો થતાં ઈજાગ્રસ્ત થયા

  • January 02, 2024 

દક્ષિણ કોરિયાના વિપક્ષની નેતા પર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચપ્પા વડે હુમલો કરવામાં આવતા તેમને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિલમાં લઈ જવાયા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. દક્ષિણ કોરિયાના વિપક્ષી નેતા લી જે મ્યુંગ (lee jae myung) પર એક અજાણ્યા સખ્શે ચપ્પા વડે જીવલેણ હુમલો કરતા તેમને ગાળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ હુમલાની કેટલીક તસવીરો સામે આવી રહી છે જેમાં લી જે મ્યુંગ ગંભીર રીતે ઘાયલ હાલતમાં જમીન પર પડેલા જોવા મળે છે. જયારે હુમલો કરનાર આરોપીની ઘટના સ્થળેથી જ ધરપકડ કરવામાં આવી છે. લીએ આ પહેલા ગાડેઓક ટાપુ પર નિર્માણધીન નવા એરપોર્ટની સાઈટ વિઝિટ કરી હતી. ઉલ્લેખનીય છે કે, લી જે મ્યુંગ દક્ષિણ કોરિયાની મુખ્ય ડેમોક્રેટી પાર્ટીના પ્રમુખ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application