એક દિવસ ઉધાડ લીધા બાદ આજે બપોર પછી ફરીથી મેઘરાજાએ તેની સવારી શરૂ કરી હતી. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં પહેલા વરસાદમાં સૌથી વધારે વરસાદ વલસાડ જિલ્લાના કપરાડામાં અઢી ઈંચ પડ્યો હતો જયારે પહેલા વરસાદમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લામાં નોધાયો છે. કામરેજમાં બે, ચોર્યાસી, માંગરોળ, ઓલપાડ, સુરત સીટી, જલાલપોર, નવસારીમાં એકથી દોઢ ઈંચ વરસાદ ઝીંકાયો હતા. દક્ષિણ ગુજરાતમાં સોથી વધારે વરસાદ સુરત જિલ્લામાં નોંધાયો હતો. સુરતીઓએ આજે રવિવારની રજા હોય અને સવારથી વરસાદે ઉઘાડો લેવાને કારણે લોકોએ સાંજનો ડુમસ સહિતનો ફરવાનો પ્રોગામ બનાવી દીધો હતો, પરંતુ સાંજથી એકાએક બપોર બાદ આકાશમાં કાળા દિબાંગ વાદળો ઘેરાઈને સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની શરૂઆત થતા લોકોના પ્રોગ્રામ અટવાયા હતા.
દક્ષિણ ગુજરાતમાં આજે સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં પડેલા વરસાદની જેતે જિલ્લા કલેકટરના ફ્લડ કંટ્રોલમાંથી મળતી આંકડાકીય માહિત મુજબ, સુરત જિલ્લામાં બારડોલીમાં ૧૫, ચોર્યાસીમાં ૩૦, કામરેજમાં ૫૪, માગંરોળમાં ૩૦, ઓલપાડમાં ૩૫, સુરત સીટીમાં ૨૦, ઉમરપાડામાં ૧૫, ખેરગામમાં ૫, ગણદેવીમાં ૨, ચીખલીમાં ૫, જલાલપોરમાં ૨૨, નવસારીમાં ૩૩, વાસંદામાં ૪, વલસાડ જિલ્લામાં ઉમરગામમાં ૧૨, કપરાડામાં ૬૦, ધરમપુરમાં ૫, વાપીમનાં ૧૦, ડાંગ જિલ્લામાં આહવામાં ૧૩, સુબીરમાં ૩, સાપુતારામાં ૯ અને વધઈમાં ૯ જયારે તાપી જિલ્લાના વ્યારામાં ૧૯, સોનગઢમાં ૧૩, વાલોડમનાં ૩, ડોલવણમાં ૫ અને ઉચ્છલમાં ૧ મી.મી વરસાદ નોંધાયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500