Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દક્ષિણ ગુજરાતમાં ભાદરવો ભરપૂર, સાડા પાંચ ઇંચ સુધી ભારે વરસાદ

  • September 24, 2021 

દક્ષિણ ગુજરાતમાં મન મૂકીને વરસાદ વરસી રહ્યા છે ગતરોજ સુરત નવસારી અને વલસાડ સહિતના પાંચ જિલ્લામાં વરસાદે રમઝટ જમાવી હતી. વિતેલા ૨૪ કલાકમાં સર્વાધિક ગણદેવી સાડા ત્રણ ઇંચ. ઉપરાંત ચીખલીમાં સાડા પાંચ. અને સાપુતારા વલસાડ અને ઉમરપાડામાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો શિવાય ગતરાત્રે મોટાભાગના તાલુકાઓમાં મેઘરાજાએ વિરામ લીધો હતો.

 

 

 

 

હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજા દક્ષિણ ગુજરાતને સતત ચાર દિવસ બરાબરના ધમરોળી રહ્યો છે ગત રોજથી આકાશમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે વહેલી સવારે વીજળીના બિહામણાં ગાજવીજ ના રૂપમાં કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી રહ્ના છે ક્યારેક ભારે વરસાદમાં રૂપમાં તો ક્યારેક હળવા છાંટા ના રૂપમાં વરસતા વરસાદને લઇને વાતાવરણમાં ઠંડક પ્ર­સરી જવાની સાથે ભેજવાળું વાતાવરણ,રોડ પર કાદવ કીચડ,ગંદકી અને ભરાયેલા પાણી ને લઇને હવે શહેરીજનો પણ કંટાળી ગયા છે. દક્ષિણ ગુજરાતમાં ભાદરવો ભરપૂર જેવો ઘાટ ઘડાયો છે બીજી તરફ સામાન્ય રીતે શ્રાદ્ધ પક્ષમાં વરસાદ આવતો નથી પરંતુ આ વર્ષે પરંપરા તૂટી હોય તેવું જોવા મળી રહ્યું છે અને હજુ તો વરસાદ જામ્યો હોય એવું લાગી રહ્યું છે.

 

 

 

 

ફલડ વિભાગના સૂત્રો ના હવાલેથી મળતી વિગતો મુજબ બારડોલીમાં ૧૨, ચોર્યાસી માં ૫ મી.મી. કામરેજમાં દોઢ ઇંચ. મહુવા અને ઓલપાડમાં સામાન્ય ઝાપટા વરસ્યા હતા. માંગરોળમાં પોણા બે ઇંચ જ તો પલસાણામાં અઢી ઇંચ અને ઉમરપાડા તાલુકામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હોવાનું જાણવા મળે છે સુરત સીટી ની વાત કરવામાં આવે તો આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે નવસારીના ફલડ વિભાગ મુજબ ખેરગામમાં બે ઇંચ. ગણદેવીમાં સાડા ત્રણ. ચીખલી તાલુકામાં સર્વાધિક સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત જલાલપોર માં દોઢ ઇંચ. નવસારીમાં અઢી ઇંચ. જ્યારે વાંસદા તાલુકામાં પોણા બે ઇંચ વરસાદ વરસી જતા ખેતરો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

 

 

 

 

વલસાડની વાત કરીએ તો ઉમરગામ અને વાપીમાં હળવા ઝાપટા. જ્યારે કપરાડામાં ત્રણ ઇંચ. ધરમપુરમાં અઢી ઇંચ પાર્ટીમાં અડધો ઇંચ. અને વલસાડમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે તાપી જિલ્લા ફલડ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ડોલરમાં દોઢ ઇંચ અને કુકરમુંડા માં પોણો ઇંચ શિવાય અન્ય તાલુકાઓમાં મેઘરાજાનો વિરામ જાવા મળી રહ્યો છે આ ઉપરાંત ડાંગ જિલ્લામાં આહવામાં દોઢ ઇંચ. સુબીર અને વઘઇમાં એક ઇંચથી વધુ જ્યારે સાપુતારામાં ત્રણ ઇંચથી વધારે વરસાદ ખાબકી ગયો હતો.અત્રે નોંધનીય છે કે દક્ષિણ ગુજરાતમાં સતત ચાર દિવસથી વરસતા વરસાદને લઇને લોકમાતાઓ તથા વોકળાઓ બે કાંઠે વહેવા લાગ્યા છે સતત વરસતા વરસાદને લઇને સ્માર્ટ સિટી સુરતમાં સુવિધાઓ નામમાત્રની રહી ગઇ છે અને શહેરીજનો હવે ચોમાસું જાય તો સારું એવું ઇચ્છી રહ્ના છે.

 

 

 

 

 

વેસુ સ્થિત ભગવાન મહાવીર કોલેજમાં પાણી ભરાયા

 

 વિદ્યાર્થીઓના રેસક્યુ કરાયા : શહેરમાં સતત ત્રણ દિવસથી મેઘાવી માહોલ સર્જાયો છે. આજે સવારે પણ અઠવા ઝોન વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો દરમિયાન શહેરમાં અનેક સ્થળોએ અનેક માર્ગો તથા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા બહાર આવી હતી. વેસુ સ્થિત ભગવાન મહાવીર કોલેજમાં બે ફૂટથી વધારે પાણી ભરાતા કોલેજના વિદ્યાર્થીઓ વરસાદી પાણીમાં અટવાતા દોડધામ મચી જવા પામી હતી. જોકે કોલેજના સંચાલકો દ્વારા ઘટનાની જાણ પાલિકાના સત્તાધિશોને કરાતા કાફલો મહાવીર કોલેજ ખાતે ધસી જઈ ભરાયેલા પાણીમાં ફસાયેલા ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓને રેસક્યુ કરી સલામત રીતે બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.

 

 

 

 

 

શહેરમાં સવારે વરસાદની દે ધનાધનની રાંદેરમાં પોણા બે ઇંચ વરસાદ

સુરત શહેરમાં આજે સવારે ધોધમાર વરસાદ ઝીંકાતા માર્ગો ઉપર પાણી પાણી થઇ ગયું હતું આજે સવારે વાગ્યા થી બપોરે ૧૨ વાગ્યા સુધીમાં મેઘરાજાએ પોતાનું વલણ આક્રમક બનાવ્યું હતું સેન્ટ્રલ ઝોનમાં એક ઇંચ. રાંદેર ઝોનમાં પોણા બે ઇંચ. કતારગામ ઝોન મા અડધો ઇંચ. ઉધના ઝોનમાં એક ઇંચ જેટલો. અવાજમાં એક ઇંચ જેટલો. લિંબાયત ઝોનમાં અડધો જ વરસાદ ઝીંકાયો હતો જ્યારે વરાછા એ અને બી ઝોનમાં સામાન્ય ઝાપટા વરસ્યા હતા ચોમાસુ પૂર્ણ થવાના આરે છે જ્યારે સતત વરસતા વરસાદને લઇને શહેરમાં માર્ગો ઉપર ખાડા પડી જતા શહેરીજનોની હાલત ખરાબ થઇ રહી છે આજે સવારથી જ વરસાદ શરૂ રહેતા શાળાએ જનારા વિદ્યાર્થીઓ અને નોકરી તથા કામ ધંધા પર જનારા વેપારીઓ અટવાયા હતા જ્યારે મનપાનું તંત્ર સતા તોડતું જોવા મળ્યું હતું આ ઉપરાંત તાપી નદી ઉપર આવેલા કોઝવે ની બપોરે એક કલાકે સપાટી  ૬.૯૭ મીટર નોંધાઇ છે અને કોઝવે ઉપર થી ૫૭,૪૯૧ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ગતરોજ ઉકાઇ ડેમમાંથી પાણી છોડવાની માત્રામાં વધારો કરવામાં આવતા કોઝવે ની સપાટીમાં પણ વધારો નોંધાઇ રહ્યો છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application