સુરત શહેરમાં દક્ષિણ-પશ્રિમ દિશામાંથી દરિયા પરના ભેજવાળા પવનના કારણે ગરમીથી રાહત મળી રહી છે. સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત ક્યારે થશે ? તે કેરળમાં ચોમાસુ ટચ થયા બાદ જાણી શકાશે. હવામાન કચેરીના પ્રવકતાના જણાવ્યા મુજબ, છેલ્લા એક અઠવાડિયાથી સુરત શહેરમાં દરિયાપરના ભેજવાળા પવન ફુંકાઇ રહ્યા છે. અને આ પવનની ગતિ પણ તેજ હોય છે.
આથી વરસાદના સંકતો મળી રહ્યા હોવાનું એક અનુમાન છે. પરંતુ હવામાન વિદોના જણાવ્યા મુજબ હાલના ફોરકાસ્ટ મુજબ સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં તા.13મી જુનની આજુબાજુ ચોમાસુ બેસે તેમ છે. તેમ છતા હાલ હવામાન અભ્યાસુઓ કેરળના ચોમાસાની રાહ જોઇ રહ્યા છે. કેરળમાં વિધિવત ચોમાસુ બેસ્યાની જાહેરાત થયા પછી જ વરસાદની સિસ્ટમ કેવી છે અને તેના આધારે દક્ષિણ ગુજરાતમાં કયારે વરસાદ આવશે. તેની ગણતરીઓ કરી શકાશે. આમ, આગામી દિવસોમાં હવામાન વિભાગના નવા ફોરકાસ્ટ પછી જ વરસાદના આગમનના સંકેત મળી શકે તેમ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application