Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આજે સોનિયા ગાંધીનો 76મો જન્મદિવસ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનિયા ગાંધીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી

  • December 09, 2022 

આજે સોનિયા ગાંધીનો 76મો જન્મદિવસ છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનિયા ગાંધીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે. સોનિયા ગાંધી અત્યારે રાજસ્થાનમાં છે. અગાઉ સોનિયા ગાંધીએ ગુરુવારે પોતાના પરિવારની સાથે રણથંભોર ટાઈગર સફારીની મજા માણી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને સોનિયા ગાંધીને જન્મદિવસની શુભકામનાઓ આપી છે. વડાપ્રધાન મોદીએ તેમના લાંબા જીવન અને તેમના સારા સ્વાસ્થ્યની કામના કરી.



કોંગ્રેસનાં ઘણા નેતાઓએ પણ સોનિયા ગાંધીનાં જન્મદિવસ પર તેમને શુભેચ્છા આપી છે. ઈન્ડિયન યુથ કોંગ્રેસનાં અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ ટ્વીટ કર્યુ, એક મહિલા જેણે આ દેશની સેવામાં ઘણુ બધુ ગુમાવ્યુ, તેમ છતાં આ દેશની પ્રગતિ માટે તેઓ પોતાના સંપૂર્ણ જુસ્સા સાથે મજબૂતીથી ઊભા રહ્યા અને દરેક સુખ-દુ:ખમાં કોંગ્રેસ પાર્ટીનું માર્ગદર્શન કર્યુ.




અમારા નેતા સોનિયા ગાંધીજીને જન્મદિવસની ખૂબ-ખૂબ શુભેચ્છા અને તેમના આ વર્ષ સુખમય રહે. કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ પણ સોનિયા ગાંધીને જન્મદિવસની શુભકામનાઓ આપી છે. કોંગ્રેસની ભારત જોડો યાત્રા અત્યારે રાજસ્થાનમાં છે. દરમિયાન સોનિયા ગાંધી ગુરુવારે સવાઈ માધોપુર પહોંચ્યા. સોનિયા ગાંધીએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે સવાઈ માધોપુરનાં રણથંભોર સ્થિત જોગી મહેલની મુલાકાત લીધી. જિપ્સીમાં બેસીને પરિવારે રણથંભોર ટાઈગર સફારીનો પણ આનંદ ઉઠાવ્યો. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application