Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Songadh : અગાસવાણમાં અથડાયેલી ગાડીમાંથી નશાયુક્ત સીરપની બાટલી મળી આવવાના પ્રકરણમાં એકના જામીન ના મંજુર

  • June 26, 2022 

સોનગઢના અગાસવાણમાં એક અકસ્માતમાં અથડાયેલી ગાડીમાં પોલીસ દ્વારા તપાસ દરમિયાન નશાયુક્ત સીરપની બાટલી મળી હતી, જે અંગે સોનગઢ પોલીસે કારનો કબ્જો લઈ તેમજ સીરપની બોટલ સાથે મહારાષ્ટ્રના બે યુવકોની અટક કરી હતી. જે બનાવમાં બીજા બે સહ આરોપીઓનાં નામો ખુલ્યા હતા. પોલીસે તમામની અટક કરી હતી.જોકે જયદિપ ગેડિયાએ આર્થિક લાભ મેળવવા ગુનો આચરતા તેઓએ જામીન અરજી કરી હતી પણ તાપી જિલ્લાના સ્પે.નામદાર એસ.વી.વ્યાસએના મંજૂર કરી છે.


મળતી માહિતી મુજબ સોનગઢના અગાસવાણ ગામ પાસે તા.30મી માર્ચના રોજ કાર નંબર જીજે/27/એક્સ/2060ને અકસ્માત નડ્યો હતો અને પોલીસે ગાડી ડીકીમાંથી ત્રણ બોક્સમાં દવાની સીરપની 359 બોટલો કબ્જે લઈ ગુનો નોંધ્યો હતો. બનાવમાં શાહરુખ અબ્બાસ ખાટીક અને સરફરાઝ આમીન અન્સારી મળી આવ્યા હતા. બોક્સમાંથી શંકાસ્પદ દવાની સીરપ મળી હતી.પોલીસે કાર ચાલક પાસે બિલ માંગતા આવ્યા ન હતા. આ સીરપ ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જવાના છે એ બાબતે પણ કોઈ ફોડ પાડ્યો ન હતો. બિલ વગર દવાની હેરફેરી કરવા નારકોટિકસ ડ્રગ પદાર્થ અધિનિયમ હેઠળ બંને ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. 50,260ની નશાકારક સીરપ દવાની બોટલો, કાર તથા મોબાઈલ સહિત કુલ રૂ.1,55,260નો મુદ્દામાલ જે તે સમય સીઝ કરવામાં આવ્યો હતો. સુરત ખાતે પ્રભુ રામદેવ મેડીકલ સ્ટોર ધરાવતા નરેંદ્રસિંહ રાજપુરોહીતની મદદથી સદાનંદ મેડીકલ સ્ટોર ધરાવતા શેખરભાઇ શ્રાવણાભાઇ ચૌહાણ તથા જૈમીન હસમુખભાઇ પટેલ પાસેથી બીલ વગર ખરીદી હોવાનુ તપાસમાં ખુલ્યુ હતુ. ​​​​​


જયદીપ ગેડિયાએ નરેંદ્રસિંહ રાજપુરોહીતના પ્રભુ રામદેવ મેડીકલ એન્ડ જનરલ સ્ટોર્સમાં ફુલ ટાઇમ ફાર્માસીસ્ટ તરીકે સેવા બજાવીશ તેમજ તે સિવાય અન્ય કોઇ જગ્યાએ નોકરી- કામગીરી કરતો નથી.તેવું મદદનીશ કમિશ્નર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, સુરત વર્તુળ, સુરતને સંમતિપત્ર લખી આપેલ હોવા છતાં CTX LIFE SCIENCE PVT. LTDમાં સને 2015થી જુનિયર એક્ઝિક્યુટીવ ક્વોલીટી એસ્યોરન્સ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતો હતો. આમ જયદિપ ગેડિયા એ આર્થિક લાભ મેળવવા ફુલ ટાઇમ ફાર્માસિસ્ટ તરીકેનું દર્શાવી અન્ય જગ્યાએ પણ નોકરી કરી બે જગ્યાથી લાભ કરવામાં મદદગારી કરી ગુનો આચરેલ હોઇ તેઓની ક્રિમીનલ પ્રોસીજર કોડ કલમ 439 અન્વયેની જામીન અરજી તાપી જિલ્લાના સ્પે.(એન.ડી.પી.એસ.) નામદાર જજ એસ.વી.વ્યારા દ્વારા નામંજૂર કરવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application