સોનગઢ-ઉકાઈ માર્ગ પર આવેલ સી.પી.એમ. કંમ્પનીમાં લાકડાઓની છાલ કાઢવાની કામગીરી કરતો એક ૪૬ વર્ષીય મજુર બેલ્ટની અંદર ફસાઇ જતા મોત નિપજ્યું હોવાનો બનાવ ઉકાઈ પોલીસ મથકે રજીસ્ટર કરવામાં આવ્યો છે.
જયેશભાઇ શિંદેના કોન્ટ્રાક્ટ હેઠળ સોંપવામાં આવતી અલગ અલગ કામગીરી કરતા હતા
મળતી માહિતી મુજબ ફરીયાદી મનિષભાઇ વિનોદભાઇ વસાવા (ઉ.વ.૨૭) રહે,સરંજાબલી ગામ ડેરી ફળિયું તા.સોનગઢ નાનો કુટુંબ પરીવાર સાથે રહી ખેતી કામ કરી જીવન ગુજરાન ચલાવે છે.ફરિયાદીના પિતાજી જેક્યાભાઇ વસાવા (ઉ.વ.૪૬) ઉકાઇ સી.પી.એમ. કંપનીમાં આશરે દશેક વર્ષથી મજુરી કામ અર્થે જતા હતા,અને છેલ્લા આશરે એક વર્ષથી તેઓ જયેશભાઇ શિંદે ના કોન્ટ્રાક્ટ હેઠળ સોંપવામાં આવતી અલગ અલગ કામગીરી કરતા હતા, તે પછી આશરે વિશેક દિવસથી તેઓને બામ્બુ યાર્ડમાં લાકડાઓની છાલ કાઢવાની કામગીરી સોંપવામાં આવેલ હતી તે કામગીરી કરતા હતા.
કંપનીમાં કામ કરતા હતા તે દરમ્યાન બેલ્ટની અંદર ફંસાઇ જતા મોત
ગતરોજ બપોરના આશરે પોણા ત્રણેક વાગ્યેના સુમારે ફરિયાદીના પિતાજી તથા ગામના અન્ય માણસો ઉકાઇ સીપીએમ ખાતે મજુરી કામ અર્થે જવા માટે નિકળેલ, તે પછી રાત્રીના આશરે સવા નવેક વાગ્યેની આસપાસ અમારા ગામ આગેવાન મારફતે ફરીયાદીને જાણવા મળેલ કે,પિતાજી ઉકાઇ સી.એપી.એમ કંપનીમાં કામ કરતા હતા તે દરમ્યાન બેલ્ટની અંદર ફંસાઇ જતા મોત નિપજ્યું છે. જેથી ફરીયાદી તથા કુટુંબીજનો તથા ગામ લોકો સી.પી.એમ ખાતે આવવા નિકળેલ તે દરમ્યાન જાણવા મળેલ કે, ફરીયાદીના બાપુજીને સોનગઢ સરકારી દવાખાનામાં લઇ ગયેલ છે, જેથી બધા સોનગઢ સરકારી દવાખાને દોડી આવ્યા હતા. જોકે જેક્યાભાઇ વસાવાનું મોત નિપજ્યું હતું.
સુલેમાનભાઇ વસાવાએ દોડી જઇ મશીનની સ્વીચ બંધ કરી હતી
પરિવારજનોએ બનાવ સંબંધે પુછતા તેઓને જાણવા મળ્યું હતું કે,જણાવેલ કે, જેક્યાભાઇ વસાવા અન્ય માણસો સાથે લાકડાની છાલ કાઢવાની મશીન ઉપર કામ કરતા હતા તે દરમ્યાન અચાનક કોઇક રીતે છાલ કાઢવાના મશીનના બેલ્ટમાં ફસાઇ ગયા હતા જોકે સુલેમાનભાઇ વસાવાએ દોડી જઇ મશીનની સ્વીચ બંધ કરી હતી અને ત્યારબાદ સુપરવાઇઝર જાણ કરતા તેઓએ સી.પી.એમ. ના સેફ્ટી વિભાગને જાણ કરી હતી બાદમાં સેફ્ટી વિભાગના કર્મચારીઓ ત્યાં આવી મશીનનો બેલ્ટ કાપી સી.પી.એમ. કંપનીની એમ્બ્યુલન્સમાં જેક્યાભાઇ વસાવાને સોનગઢ સરકારી દવાખાને લઇ જવામાં આવ્યો હતો જોકે ફરજ પરના તબીબે જેક્યાભાઇ વસાવાને મૃત જાહેર કર્યા હતા.
જેક્યાભાઇ વસાવાના મોત સંબંધે કાયદેસર તપાસ થવા ફરિયાદ નોંધાવી
બનાવ અંગે મનિષભાઇ વિનોદભાઇ વસાવાએ પોલીસ ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, હાલ મને બીજી કોઇ શંકા વહેમ નથી તેમ છતા તેમના મોતનું ચોક્કસ કારણ જાણવા સારૂં મોત સંબંધે કાયદેસર તપાસ થવા ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500