Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : ૬ વર્ષથી ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

  • May 04, 2021 

સોનગઢ પોલીસ મથકે નોંધાયેલ ચોરીના ગુનામાં છેલ્લા ૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને જિલ્લા એલસીબી પોલીસે સોનગઢ માંથી ઝડપી પાડી  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

 

તાપી જિલ્લાના સોનગઢ પોલીસ મથકે નોંધાયેલ ચોરીના ગુનાનો આરોપી રાજુગીરી મધુગીરી ગોસ્વામી રહે,બાપા સીતારામનગર તા.સોનગઢ હાલ રહે, ચંપાવાડી ગામ તા.વાંસદા જી.નવસારીના નો છેલ્લા ૬ વર્ષથી વોન્ટેડ હતો.

 

 

 

 

 

જીલ્લાના નાસતા ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા જિલ્લાના પોલીસ વડા તેમજ એલસીબી પીઆઈએ આપેલ સુચના અંતર્ગત  એલસીબી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડકોન્સ્ટેબલ લેબજીભાઈને મળેલ બાતમીના આધારે છેલ્લા ૬ વર્ષથી ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી રાજુગીરી મધુગીરી ગોસ્વામીને સોનગઢના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડી તેની પૂછપરછ કરતા આરોપીએ સોનગઢ પોલીસ મથકે નોંધાયેલ ગુનાની કબુલાત કરી હતી. એલસીબીએ આરોપીને પકડી સોનગઢ પોલીસને આગળની વધુ કાર્યવાહી માટે સોંપ્યો હોવાનું જાણવા મળ્યું છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application