Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : મોપેડ ઉપર દારૂની હેરાફેરી કરતા હાથી ફળિયાના બે યુવકો પકડાયા, એક વોન્ટેડ

  • May 26, 2021 

સોનગઢના રાણીઆંબા ગામના રેલ્વે ફાટક પાસેથી મોપેડ ગાડી ઉપર દારૂની હેરાફેરી કરતા બે યુવકોને જીલ્લા એલસીબીએ ઝડપી પાડી વિદેશીદારૂ અને મોપેડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 

 

 

 

જીલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મંગળવારે મળેલ બાતમીના આધારે સાંજે રાણીઆંબા ગામના રેલ્વે ફાટક પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન એક નંબર વગરની મોપેડ ગાડીને રોકી મોપેડ ચાલકની પૂછ પરછ કરતા તેણે પોતાનું નામ અનીકેતભાઈ અજયભાઈ કાબળે અને પાછળ બેસેલા બીજા ઇસમે પોતાનું નામ નીરજભાઈ દિલીપભાઈ ગામીત બંને રહે, હાથી ફળિયું-સોનગઢ ના હોવાનું જણાવ્યું હતું.

 

 

 

 

પોલીસની તપાસ મોપેડ ગાડીની આગળ એક મીણીયા કોથળામાં તથા ગાડીની ડીકીમાંથી વિદેશીદારૂની કુલ બાટલીઓ નંગ-144 મળી આવી હતી. વિદેશીદારૂની બાટલીઓ ખાંજર ગામના ભીલ ફળીયામાં રહેતો મગનભાઈ દાજીભાઈ ગામીતે ભરી આપ્યો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું. જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

 

 

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈની ફરિયાદના આધારે પકડાયેલા યુવકો પાસેથી મળી આવેલ રૂપિયા 1 હજારની કિંમતના 2 મોબાઈલ ફોન, 7,200/-રૂપિયાનો વિદેશીદારૂ, 50 હજારની મોપેડ ગાડી સહિતનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application