Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : મોટર સાયકલ ઉપર દારૂની હેરાફેરી કરતા વડપાડા ગામના બે યુવકો પકડાયા

  • May 22, 2022 

સોનગઢના ટોકરવા ગામ માંથી મોટર સાયકલ ઉપર દારૂની હેરાફેરી કરતા વડપાડા ગામના બે યુવકોને જિલ્લા એલસીબીએ ઝડપી પાડી દેશીદારૂ સુગંધી સંતરા,મોબાઈલ ફોન અને મોટર સાયકલ મળી કુલ રૂપિયા ૨૯ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.


મળતી માહિતી અનુસાર તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે ગતરોજ સોનગઢના ટોકરવા ગામની સીમમાંથી પસાર થતો રોડ પર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી વાળી મોટર સાયકલ નંબર જીજે/૨૬/એફ/૨૪૮૧ની આવતા તેને રોકી બાઈક ચાલકનું નામ સરનામું પૂછતા તેણે પોતાનું નામ મહેશભાઈ સુમનભાઈ ગામીત રહે.વડપાડા ગામ દાદરી ફળિયું-સોનગઢ નાનો હોવાનું જણાવ્યું હતું જયારે પાછળ બેસેલ યુવકનું નામ પૂછતા સંજયભાઈ અશ્વિનભાઈ ગામીત રહે, વડપાડા નદી ફળિયું-સોનગઢ નાનો હોવાની જણાવ્યું હતું. પોલીસની તપાસમાં બંને યુવકોના કબજામાંથી મોટર સાયકલ પરથી મળી આવેલ એક પ્લાસ્ટીકના મીણીયા કોથળામાંથી દેશીદારૂ સુગંધી સંતરાની કુલ બાટલીઓ નંગ ૧૪૪ મળી આવી હતી.


આ મામલે પોલીસકર્મીની ફરિયાદના આધારે બંને યુવકોની અટકાયત કરી રૂપિયા ૭,૨૦૦/-નો દેશીદારૂની બાટલીઓ, રૂ.૭,૦૦૦/-ના બે મોબાઈલ ફોન અને રૂ.૧૫ હજારની મોટર સાયકલ મળી કુલ રૂપિયા ૨૯,૨૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application