સોનગઢ-લક્કડકોટ માર્ગ પરથી મોપેડ ગાડી પર દારૂની હેરાફેરી કરતા બે કિશોરને ઝડપી પાડી દારૂ અને મોપેડ મળી કુલ રૂપિયા 52 હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.
મળતી માહિતી મુજબ સોનગઢ પોલીસ સ્ટાફના માણસો શનિવારે બપોરે પરોઠા હાઉસ પાસે નાકા પોઈન્ટ ઉપર પ્રોહી ગુન્હા અંગેની વોચમાં વાહનચેકિંગમાં હતા તે દરમિયાન એક નંબર વગરની મોપેડ ગાડીને અટકાવી પૂછ પરછ કરતા મોપેડ ચાલકે પોતાનું નામ ભાવેશભાઈ જીતુભાઈ કોકણી (ઉ.વ.17) અને મોપેડ પાછળ બેસેલા કિશોરે પોતાનું નામ હર્ષ વિક્રમભાઈ ગામીત (ઉ.વ.17) બંને રહે,હાથી ફળિયું, ટેકરા ઉપર તા.સોનગઢ,ના હોવાનું જણાવ્યું હતું. તપાસ દરમિયાન મોપેડની સીટ નીચેથી દેશી દારૂ સુગંધી સંતરાની કુલ બાટલીઓ નંગ 48 મળી આવી હતી. જોકે પોલીસની વધુ પૂછ પરછમાં બંને કિશોરે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના લક્કડકોટમાં આવેલ બારની દુકાન માંથી દેશી દારૂ સુગંધી સંતરાની બાટલીઓ વેચાતી લઈ વેચાણ કરવા માટે લઈ જતા હતા.
બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે 24,00/- રૂપિયાનો દારૂ,50 હજારની મોપેડ ગાડી મળી કુલ રૂપિયા 52,400/- નો મુદ્દામાલ કબજે કરી બંને કિશોરો વિરુદ્ધ પ્રોહી એક્ટની કલમ 65 એ.એ. 81 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500