Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : પોખરણગામ પાસેથી બાઈક ઉપર ઈંગ્લીશ દારૂ લઈ જતા બે જણા પકડાયા

  • December 16, 2020 

સોનગઢ : સોનગઢ પોલીસ સ્ટાફના માણસો વાહનચેકિંગમાં હતા તે દરમિયાન સોનગઢના પોખરણ ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 53 પરથી એક મોટર સાયકલ સાથે બે જણાને ઝડપી પાડવામાં આવ્યા હતા.

 

 

તપાસ દરમિયાન મોટર સાયકલ નંબર જીજે/19/એક્યુ/8576 પર સવાર (1) સંદીપ ગણેશ ચૌધરી અને (2) રોહિત ચંદુ ચૌધરી બંને જણા રહે, ડુંગરી ગામ, પાનફળિયું તા.મહુવા જી.સુરત નાઓના કબજામાંથી ભારતીય બનાવટનો વિદેશીદારૂની બાટલીઓ નંગ કુલ 154 મળી આવી હતી, દારૂનો મુદ્દામાલ રાહુલભાઈ રહે, ખાપર,અક્કલકુવા-મહારાષ્ટ્ર નાએ ભરી આપ્યો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું. જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ મનોજભાઈ રમણભાઈની ફરિયાદના આધારે 10,750/-ના કિંમતનો વિદેશીદારૂ,આરોપીઓ પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન નંગ 2 જેની કિંમત રૂપિયા 1 હજાર તથા મોટર સાયકલની કિંમત રૂપિયા 15 હજાર મળી કુલ રૂપિયા 26,750/- નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુધ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application