Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : મુસ્લીમ ફળિયામાંથી જુગાર રમાડતી મહિલા સહિત બે જણા પકડાયા

  • October 24, 2021 

સોનગઢના મુસ્લીમ માંથી વરલી મટકાનો જુગાર રમાડતી મહિલા બે જણાને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

સોનગઢ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે શનિવારે સોનગઢના મુસ્લીમ ફળિયું શાકભાજી માર્કેટ વિસ્તારમાં પોલીસે રેડ કરતા કરતા એક ઘરના ઓટલા પર મુંબઈથી નીકળતા આંકો પર વરલી મટકાનો જુગાર રમાડતી રીટાબેન રાકેશભાઈ ટેલર નામની મહિલાને ઝડપી પાડવામાં આવી હતી જોકે સ્થળ પર જુગાર રમતા મધુભાઈ છગનભાઈ ગામીત રહે,નિશાળ ફળિયું, રૂપવાડા ગામ-સોનગઢ અને રફીકભાઈ અબ્દુલભાઈ ગામીત રહે, દાદરી ફળિયું, ડોસવાડા ગામ-સોનગઢ નાઓને પણ વરલી ઝડપી પાડવામાં આવ્યા હતા,

 

 

 

 

બનાવ અંગે પોલીસકર્મીની ફરિયાદના આધારે જુગારના સાધનો અને રોકડ રકમ મળી કુલ રૂપિયા ૧,૭૦૦/-નો મુદ્દામાલ કબજે કરી એક મહિલા સહિત બે જણા સામે સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવમ આવ્યો હતો. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application