Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ માંથી બિનવારસી હાલતમાં મળી આવેલ બાળકીના માતા-પિતા મળી આવ્યા

  • June 11, 2022 

સોનગઢ ખાતે આવેલ ખાતે આવેલ સાગર સ્ટોન કવોરીમાંથી બાળકી મળી આવી હતી. જે બાદ સોનગઢ પોલીસ દ્વારા બાળકીના માતા-પિતાની તપાસ શરૂ કરવામાં આવી હતી.


જોકે આ બાળકીના ફોટા સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યા છે. જે વિસ્તાર માંથી અ બાળકી મળી આવી છે એ વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજ પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવ્યામાં હતા જોકે બાળકીના પરિવારજનોનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જોકે બાળકીના માતા-પિતા મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે.


મળતી માહિતી મજુબ સોનગઢ ખાતે આવેલ સાગર સ્ટોન કવોરીમાં સુપરવાઈઝર તરીકે કામગીરી કરતા શૈલેષભાઈ ચંદુભાઈ ગામીતે ગત તા.૩૦મી મે ૨૦૨૨ નારોજ સ્ટોન કવોરીમાં આશરે દોઢ થી બે વર્ષની એક બાળકીને બિનવારસી હાલતમાં જોઈ હતી.

આસપાસના એરિયામાં તપાસ બાદ પણ બાળકીના પરિવારજનોનો કોઈ પત્તો ન લાગતા શૈલેષભાઈ ગામીતે સોનગઢ પોલીસને જાણ કરી હતી. સોનગઢ પોલીસ દ્વારા બાળકીનો કબજો લઇ બાળકીને હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં બાળકીની શારીરિક તપાસ કરવામાં આવી હતી. જોકે બાળકી સંપર્ક સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application