આદિવાસી સમાજમાં ધર્મના નામે વર્ગવિગ્રહ સુલેહ શાંતિના ભંગ કરતા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરી તાત્કાલિક ધોરણે બંધ કરવા મુદ્દે તાપી જિલ્લાના આગેવાનો દ્વારા તાપી જિલ્લા કલેકટરને આવેદનપત્ર રજૂઆત કરી હતી.
વ્યારામાં આદિવાસી સમાજના આગેવાનોએ જિલ્લા કલેકટરને આપેલ આવેદનપત્ર મુજબ આદિવાસી આ ભારત દેશમાં આદિ અનાદિકાળથી વસે છે તેમના પૂર્વજો પ્રકૃતિ પૂજક તરીકે પૂજા વિધિ કરે છે.છેલ્લા ઘણા સમયથી આદિવાસી સમાજની એકતા અને જોખમમાં નાખવાના કેટલાક સમાજ બહારના અસામાજીક તત્વો દ્વારા ષડયંત્ર રચી આદિવાસી સમાજ રચનાને તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આદિવાસી સમાજ તાપી જિલ્લાના અંદર બે ધર્મો વહેંચાયેલો છે, જેમાં હિન્દુ અને ખ્રિસ્તી આમ એક ઘરમાં પત્ની ખ્રિસ્તી છે તો પતિ હિન્દુમાં આસ્થા ધરાવે છે તેમ છતાં બંને પતિ પત્ની એક ઘરમાં રહી પ્રેમપૂર્વક દેશમાં શાંતિ પૂર્ણ જીવન જીવે છે.
હાલ થોડા દિવસ પહેલા નાના બંધરપાડા ગામે ગીધમાળ નામના ડુંગર ઉપર આદિવાસી સમાજના જે ભાઈઓ બહેનોએ ખ્રિસ્ત ધર્મમાં કેથલિક પંથમાં આસ્થા ધરાવતા શ્રદ્ધાળુઓને નાના બંધરપાડા ગામના ગીતમાળ ડુંગર ઉપર 1968થી પૂજા અર્ચનામાતા મરીયમને ગીધમાળી આયા તરીકેનું આસ્થાનું નામ આપી દર રવિવારે તથા વર્ષમાં ખ્રિસ્તી તહેવાર પર પ્રાર્થના કરે છે પરંતુ સમાજ વિરોધી તત્વ દ્વારા આદિવાસી ભાઈઓ બહેનો હિંદુ ધર્મમાં આસ્થા રાખે છે એમને ખ્રિસ્તી સમાજના ભાઈઓ બહેનોને સામ સામે કરી દીધા છે. બંને પક્ષો આદિવાસી છે. તેઓ વચ્ચે ભાગલા પાડી આદિવાસી સમાજની પેઢીને એકબીજા તહેવારો સાથે મળી પ્રેમપૂર્વક ઉજવનારાઓ વચ્ચે વર્ગવિગ્રહ ઊભા કરી શાંતિ ભંગ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે.
આદિવાસી સમાજ આવા વર્ગવિગ્રહ ઊભો કરનાર તત્વ સામે સતત વિરોધ કરે છે અને અશાંતિ ઊભી કરવા નાના બંધરપાડા ખાતે ગીધમાળ ડુંગર ઉપર જઈ કાર્યક્રમ આયોજન કરે છે. તે કાર્યક્રમ બંધ થવો જોઈએ અને નાના બંધરપાડા ગામની પાંચમી અનુસૂચિ અને પૈસાએક્ટ ગ્રામસભાનો કાર્ય વિસ્તાર આવતો હોય તેથી ગ્રામસભાની કોઈપણ કાર્યક્રમ પહેલા કરતા પહેલા ગ્રામસભામાં પૂર્વ મંજૂરી લેવામાં આવે તેમજ જો પાંચમી અનુસૂચિ અને પૈસાએકટના જે બંધારણ અધિકારોનો ભંગ કરવામાં આવશે તો બંધારણ ભંગ અધિકાર બદલ કાર્યવાહી કરવામાં આવશે.
આ સ્થળ પર કોઈ પણ અનીઇચ્છનીય બનાવ બનશે તો તંત્ર અને ગ્રામસભાના બહારની વ્યક્તિઓ પર બંધારણ ભંગની કાર્યવાહી સમાજ દ્વારા કરશે.૧૦/૦૨/૨૦૨૨ ના રોજ ગેર કાયદેસર નાના બંધારપાડા ગામ સભાના કાર્ય વિસ્તારમાં ઘૂસી જાય અને શાંતિનો ભંગ કરવાનો પ્રયત્ન કરેલ છે. તેવા વ્યક્તિ સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે.આસામાજિક તત્વો દ્વારા નાના બંધારપાડા ગ્રામસભા વિસ્તારમાં આવેલા ગીધમાળડુંગર પરનો કાર્યક્રમ રદ કરવામાં આવે પાંચમી અનુસૂચિ અને પૈસા એક્ટના મળેલા સત્તા પૂર્વે ગ્રામસભાના પૂર્વ મંજૂરી વગર પ્રવેશ કરી શકાશે નહીં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500