સોનગઢના ઓટા ગામની સીમમાં એસટી બસના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા પેસેન્જર સાથે બસ પલટી થઇ ગઈ હતી,આ અકસ્માતના બનાવમાં સાતેય પેસેન્જરોએન ઓછીવત્તી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ તા.૧૦/૦૬/૨૦૨૩ નારોજ સુરત થી માલેગાંવ જતી બસ નંબર જીજે/૧૮/ઝેડ/૮૯૩૬ નો ચાલક જગ્ગનાથ રામભાઉ ચૌધરી રહે.ડીંડોલી ગામ તા.ચોર્યાસી જિલ્લો-સુરત નાએ પોતાની કબ્જાની બસ જેમાં 35 જેટલા મુસાફરો ભરીને સોનગઢ તાલુકાના ઓટા ગામની સીમમાં સાંજના આશરે સાડા પાંચેક વાગ્યાના સમયે પસાર થતા હતા તે વખતે મહારાષ્ટ્ર તરફથી સામેથી આવતી એક ટ્રક ફુલ સ્પીડમાં બસ સાઇડે ચલાવી આવતો હોય અને જોકે બસ સામાન્ય સ્પીડમાં હતી ત્યારે બસ ડ્રાઈવરે બસને બચાવવા જતા ત્યાં આગળ રોડ એકદમ સાંકડો અને કંડકટર સાઈડે બસને બચાવવા જતા બ્રેક મારતા રસ્તાની કિનારીએ જમીન પુરાણ કરેલ હોવાથી બસના ડ્રાઈવરે તેમનો સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા એસટી બસને રસ્તાની કિનારીએ ચલાવી લાવી રસ્તાની બાજુમાં આવેલ ઊંડા ક્યારામાં એસટી બસને નીચે ઉતારી દેતા બસ પલટી થઇ હતી. આ અકસ્માતની જાણ થતા આજુબાજુના ગામના લોકો બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને બસમાં બેસેલ પેસેન્જરોને બસનો પાછળનો કાચ તોડી મુસાફરોને બહાર કાઢ્યા હતા.આ અકસ્માતના બનાવમાં સાત જેટલા પેસેન્જરોને ઓછી વધતી ઇજા પહોંચી હતી.
બનાવ અંગે ગોપીચંદ ભગવાનભાઈ ચૌધરી રહે,ડીંડોલી ઉધના-સુરત નાઓની ફરિયાદના આધારે બસ એસટી બસનો ચાલક વિરુદ્ધ સોનગઢ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500