Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : પ્રાથમિક શાળામાં ચોકલેટના બહાને બાળકી સાથે દુષ્કર્મ, ગણતરીના કલાકોમાં આરોપી ઝડપાયો

  • October 01, 2023 

સોનગઢના એક ગ્રામ્ય વિસ્તારમાં એક નરાધમ યુવકે 7 વર્ષીય બાળકીને ઉપાડી લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.જોકે અચાનક બાળકીનો રડવાનો અવાજ આવતા પરિવારજનોએ બાળકીને પૂછતા સમગ્ર હકીકત જણાવી હતી.જે બાદ બાળકીને સારવાર અર્થે  હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં હાલ બાળકીની સારવાર ચાલી રહી છે.


દુષ્કર્મ આચરનાર આરોપી વિરલભાઈ ગામીત પરણિત છે અને એક બાળકીનો પિતા છે.

આ સમગ્ર કેસની તપાસ તાપી લોકલ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવતા  ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ અને તેમનો સ્ટાફ હેડ કોન્સ્ટેબલ અનિરુધ્ધસિંહ અને જગદીશભાઈ જોરારામભાઈ તેમજ કોન્સ્ટેબલ રાહુલભાઈએ ગણતરીના કલાકોમાં આરોપીને શોધી કાઢ્યો હતો.


લોકલ ક્રાઈમ બ્રાંચે ગુન્હાની ગંભીરતા સમજી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો 

આ સમગ્ર મામલે સોનગઢના કુકડા ડુંગરી ગામે રહેતો આરોપી વિરલભાઈ રમેશભાઈ ગામીત (ઉ.વ.23) નાએ ગતરોજ નાના બંધારપાડા ગામની પ્રાથમિક શાળામાં 7 વર્ષીય બાળકીને ચોકલેટ આપવાના બહાને લઇ જઈ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચરનાર આરોપી વિરલભાઈ ગામીત પરણિત છે અને એક બાળકીનો પિતા છે.સોનગઢ પોલીસે પરિવારનાં નિવેદનનાં આધારે દુષ્કર્મની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરતા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચે ગુન્હાની ગંભીરતા સમજી ગણતરીના કલાકોમાં આરોપી વિરલભાઈ ગામીતને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.(1:32)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application