Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : શિવાજીનગરમાં પોલીસના દરોડા, ઈંગ્લીશદારૂની બોટલો સાથે ત્રણ ઝડપાયા, સિકંદર વોન્ટેડ

  • December 01, 2020 

સોનગઢના શિવાજીનગરમાં ચાલતા ઈંગ્લીશ દારૂના અડ્ડા પર સ્થાનિક પોલીસે દરોડા પાડી ઈંગ્લીશદારૂના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓ ને ઝડપી પાડવામાં આવ્યા હતા. જોકે સિકંદર ગામીતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

 

 

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે સોનગઢના શિવાજીનગરમાં દારૂનો અડ્ડો ચલાવતો સિકંદર ઉર્ફે શુકનજીભાઈ શાંતુભાઇ ગામીતના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા, દરમિયાન સિકંદર ગામીતના ઘરમાંથી ઈંગ્લીશ દારૂની કુલ બાટલીઓ નંગ- 42 નો દારૂનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

 

 

 

પોલીસે આ બનાવમાં (1) સુનીલભાઈ મહેશભાઈ ગામીત રહે, નાની ચીખલી ગામ, નાગ ફળિયું તા.વ્યારા (2) અવિનાશભાઈ ચંપકભાઈ ચૌધરી રહે, વીરપુર ગામ,પુલ ફળિયું તા,વ્યારા (3) સ્મિતભાઈ નિલેશભાઇ ચૌધરી રહે, વીરપુર ગામ,પુલ ફળિયું તા,વ્યારા નાઓને ઝડપી પાડ્યા હતા, જયારે સિકંદર ઉર્ફે શુકનજીભાઈ શાંતુભાઇ ગામીતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈની ફરિયાદના આધારે કિંમત રૂપિયા 5,880/- નો ઈંગ્લીશદારૂ અને 5 હજારની કિંમતનો એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 10,880/- નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુધ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.(ફોટો યુવરાજ પ્રજાપતિ)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application