મહારાષ્ટ્ર માંથી તાપી જીલ્લાના માર્ગે લવાયેલો ઈંગ્લીશદારૂનો જથ્થો ભરેલી કાર ને રેંજ આઈજીની ટીમ ઓપરેશન ગૃપના માણસોએ ઉચ્છલ ના આનંદપુર પાસેથી કારનો ફિલ્મી ઢભે પીછો કરી સોનગઢના કીકાકુઈ ગામની સીમમાં કેલાઈ જતા ગ્રામ્ય રોડ ઉપરથી રાત્રી દરમિયાન કારને ઝડપી પાડી હતી, જોકે કાર ના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર વીજપોલ સાથે અથડાઈ-પલટી થઇ ગઈ હતી. દરમિયાન કારમાંથી ઉતરી એક આરોપી નાશી છુટ્યો હતો. જોકે કાર ચાલકને ઝડપી પાડવામાં આવ્યો હતો.
હેડકોન્સ્ટેબલ બીપીનભાઈ રમેશભાઈની ફરિયાદના આધારે આરોપીઓ વિરુધ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો..
તપાસ દરમિયાન કાર માંથી ભારતીય બનાવટ વિદેશી દારૂની વિસ્કી તથા ટીન બીયરની કુલ બોટલો નંગ 1340 જેની કિંમત રૂપિયા 1,16,250/- નો ઈંગ્લીશદારૂ અને કારની કિંમત રૂપિયા 2 લાખ તેમજ આરોપી પાસેથી મળી આવેલ એક મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા 500/- મળી કુલ રૂપિયા 3,16,750/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
બનાવમાં કાર ચાલક હિતેશ બડગેની અટક કરી પૂછ પરછ હાથ ધરતા કિશન રહે, કાપોદ્રા,ભરત નગર સુરત નાનો દારૂ ભરાવી લઈ જતો હોવાનું પોલીસ તપાસમાં જણાવા મળ્યું હતું, જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે,બનાવ અંગે ઓપરેશન ગૃપ-સુરત,ટીમ માં ફરજ બજાવતા હેડકોન્સ્ટેબલ બીપીનભાઈ રમેશભાઈની ફરિયાદના આધારે આરોપીઓ વિરુધ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500