Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ:વરલી મટકા જુગારનો હિસાબ આપવા જતા એક આરોપી ઝડપાયો, લક્કડકોટનો પપ્પુ શેઠ સહિત ચાર વોન્ટેડ

  • November 29, 2020 

સોનગઢના નવા આરટીઓ ચેકપોસ્ટ વિસ્તારમાં આવેલ હોટલ પાસેથી સોસિયલ મીડિયામાં જુગાર રમાડી હિસાબ આપવા જતો ઇમરાનખાન પઠાણ નામના આરોપીને ઝડપી પાડી કુલ રૂપિયા 60,830/- નો મુદ્દામાલ કબજે કરી ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

 

 

 

પકડાયેલો આરોપી લક્કડકોટમાં જુગારનો અડ્ડો ચલાવતો રાકેશ ઉર્ફે પપ્પુ શેઠ ના કહેવાથી તેમના મેનેજર સુરેશભાઈ બંસીલાલ લુહાર ને વરલી મટકાનો હિસાબ આપવા જતો હતો.

 

 

 

મળતી માહિતી અનુસાર સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે સોનગઢના નવા આરટીઓ ચેકપોસ્ટ વિસ્તારમાં આવેલ શીતલ ગાર્ડન હોટલની બાજુમાંથી ઇમરાનખાન લિયાકતખાન પઠાણ રહે, પારેખ ફળિયું તા.સોનગઢ નાને ઝડપી પાડી પૂછ પરછ હાથ ધરતા ભાવેશ શાહ નામના શખ્સ પાસેથી મુંબઈ થી નીકળતા વરલી મટકા ના જુગારના આંકડા તેના પોતાના એન્ડ્રોઇડ મોબાઈલ ફોનમાં વોટ્સએપ એપ્લીકેશન માધ્યમથી જુગારના આંકડા લખાવી સોનગઢની હદને અડીને આવેલ નવાપુરના લક્કડકોટ ગામના વિસ્તારમાં જુગારનો અડ્ડો ચલાવતો રાકેશ ઉર્ફે પપ્પુ શેઠ ના કહેવાથી તેમના મેનેજર સુરેશભાઈ બંસીલાલ લુહાર રહે, દેવરત્ન સોસાયટી તા.સોનગઢ નાને વરલી મટકાનો હિસાબ આપવા જતો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું. પકડાયેલો આરોપીના મોબાઈલ ફોનમાં વરલી મટકાનો જુગાર રમતા અનેક લોકોના વોટ્સઅપ ચેટ (મેસેજ) પણ હતા.

 

 

 

આ બનાવમાં પોલીસે રૂપિયા 5,780/- તથા 50 હજારની કિંમતની એક મોટર સાયકલ અને 50 રૂપિયાનો એક કેલ્ક્યુલેટર, 5 હજારનો એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 60,830/- ના મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે ચાર જેટલા આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ સરજીતભાઈ બચુભાઈની ફરિયાદના આધારે આરોપીઓ વિરુધ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

 

 

વોન્ટેડ આરોપીઓ .................

 (1) રાકેશ ઉર્ફે પપ્પુ શેઠ રહે, સોનગઢ 

(2) સંજય વસાવા રહે, ખેતેશ્વર હોટલ, વ્યારા

(3) ભાવેશ શાહ રહે, સોનગઢ

(4) સુરેશ બંસીલાલ લુહાર રહે, દેવરત્ન સોસાયટી તા.સોનગઢ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application