સોનગઢના ખડી ગામના નિશાળ ફળીયામાં ચૂલા ઉપર જમવાનું બનાવવા માટેની તૈયારી કરતી મહિલા આકસ્મિક રીતે દાઝી ગઈ હોવાનો બનાવ સોનગઢ પોલીસ મથકે રજીસ્ટર થયો છે.
નાની છોકરી રૂસ્તા કુમારી રમતી રમતી આવેલ જેનાથી કારબુ અડી જતા કેરોસીન ભરેલું કારબુ નીચે પડ્યું હતું અને કેરોસીન ઉડતા ચૂલામાં પડતા એકદમ ભડકો થયો હતો.
મળતી માહિતી અનુસાર સોનગઢ તાલુકાના ખડી ગામના નિશાળ ફળીયામાં પિયરમાં રહેતી ૨૩ વર્ષીય હસીનાબેન યોહાનભાઈ ગામીત ગતરોજ સાંજ ના સમયે રસોઈ બનાવવા કેરોસીન નાખી ચૂલો સળગાવેલ અને કેરોસીન નું કારબુ નજીક મુકેલ અને રોટલા બનાવવાની તૈયારી કરતી હતી તે વખતે તેમની ૩ વર્ષીય નાની છોકરી રૂસ્તા કુમારી રમતી રમતી આવેલ જેનાથી કારબુ અડી જતા કેરોસીન ભરેલું કારબુ નીચે પડ્યું હતું અને કેરોસીન ઉડતા ચૂલામાં પડતા એકદમ ભડકો થયો હતો. જેના કારણે હસીનાબેન ગામીતે પહેરેલ કપડાને આગ લાગી જતા શરીરે દાઝી ગઈ હતી.
ઘટનાની જાણ થતા પરિવારજનો દોડી આવ્યા હતા અને ઈમરજન્સી સેવા ૧૦૮ ની મદદથી જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. બનાવ અંગે હસીનાબેન ગામીતના પતી યોહાન ગામીતે સોનગઢ પોલીસને જાણ કરી હતી જેના આધારે પોલીસે બનાવ રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હેડકોન્સ્ટેબલ સરજીતભાઈ કરી રહ્યા છે.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500