ઉખલદા ગામે શેરડીના ખેતરમાંથી પસાર થતો ડિજીવીસીએલ ની જીવંત વિજ લાઈનનો વાયર શેરડી ના ખેતરમાં તુટી પડવાના કારણે આગ લાગી હતી. જેના કારણે ખેડૂતને અંદાજે રૂ.1.60 લાખનું નુકશાન થયું હોવાનો બનાવ સોનગઢ પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી અનુસાર સોનગઢ તાલુકાના ઉખલદા ગામના દાદરી ફળીયામાં રહેતા રમણભાઈ માલાભાઈ ચૌધરી નાઓના સર્વે નંબર 262 વાળા ખેતરમાંથી પસાર થતી ડિજીવીસીએલની થ્રિ ફેસનો ઇલેક્ટ્રિક લાઈનનો જીવંત વાયર અકસ્માતે તુટી પડતા ખેતરના ઉભા શેરડીના પાકમાં આગ લાગી હતી.જેના કારણે આશરે 80 ટન શેરડી જેની કિંમત રૂપિયા 1.60 લાખ ની બળી જતા ખેડૂતને ભારે નુકસાન પહોચ્યું હતું.
બનાવ અંગે રમણભાઈ ચૌધરીએ સોનગઢ પોલીસ ને જાણ કરતા પોલીસે બનાવ દાખલ કરી આગળની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ સતીષભાઈ નાનસિંગભાઈ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application