Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : માંડળ ટોલનાકા ઉપર બ્રેઝા કારમાં ભીષણ આગ, કાર ચાલક નો આબાદ બચાવ

  • December 17, 2020 

સોનગઢ તાલુકાના માંડળ ગામના ટોલનાકા ઉપર ગતરોજ મોડીસાંજે આશરે 8:00 કલાક ના અરસામાં સોનગઢ-વ્યારા ટ્રેક ઉપર લેન નંબર 18 માં ડીઝલ બ્રેઝા કાર નંબર જીજે/26/એન/0416 માં આગ લાગી હતી.

 

 

બ્રેઝા કારમાં આગળના ભાગે બોનેટમાં શોર્ટ સર્કીટ થવાના કારણે અથવા કોઈ અન્ય કારણસર આકસ્મિક રીતે ભીષણ આગ લાગતા લોકો માં ભાગદોડ મચી જવા પામી હતી. ટોલનાકા ના કર્મચારીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આ બનાવ માં કોઈ જાનહાની કે ઈજા પહોચી નથી, કાર ચાલક નો આબાદ બચાવ થયો હતો.

 

 

બનાવ અંગે કાર ચાલક વિનોદભાઈ જમાભાઈ વસાવા હાલ રહે,ફોરેસ્ટ ક્વાર્ટસ,પાનવાડી તા.વ્યારા જી.તાપી નાઓએ સોનગઢ પોલીસને જાણ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application