Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : ઈંગ્લીશદારૂનો જથ્થો ઝાડી ઝાંખરામાં કરાઈ રહ્યો હતો સગેવગે, પોલીસને જોઈ જતા આરોપી ફરાર

  • May 28, 2023 

સોનગઢના મેઢસિંગી ગામના વિસ્તારમાં આવેલ ઝાડી ઝાંખરામાં ઈંગ્લીશદારૂનો જથ્થો સગેવગે કરતા પોલીસે દરોડા પાડી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જોકે પોલીસને જોઈ જતા આરોપી નાશી છુટ્યો હતો.


મળતી માહિતી મુજબ સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે તા.૨૭મી મે ની રાત્રે સોનગઢ તાલુકાના મેઢસિંગી ગામના સેવન્થ ડે એડવેન્ટીસ્ટ ચર્ચ તરફ જતા રોડની બાજુમાં આવેલ ઝાડી ઝાંખરામાથી ઈંગ્લીશદારૂનો જથ્થો સગેવગે કરતા જતીનભાઈ શુકરિયાભાઈ ગામીત રહે, મેઢસિંગી ગામ તા.સોનગઢ નાનો હોવાનું ગાડીના લાઈટના અજવાળે ઓળખાઈ ગયો હતો.


જોકે પોલીસ સ્ટાફના માણસોને જોઈ જતા જતીનભાઈ ગામીત નામનો શખ્સ ખાખરાના ઝાડી ઝાંખરામાંથી પોલીસને ચકમો આપી નાશી છૂટ્યો હતો, પોલીસ સ્ટાફના માણસોએ ઝાડી ઝાંખરામા તપાસ કરતા ઈંગ્લીશદારૂની કુલ બાટલીઓ નંગ-૫૨૩ જેની કિંમત રૂપિયા ૩૧,૮૦૦/-નો સગેવગે કરાતો ઈંગ્લીશદારુનો જથ્થો મળી આવ્યો હતો.આ બનાવમાં પોલીસકર્મીની ફરિયાદના આધારે ઈંગ્લીશદારૂનો મુદ્દામાલ કબજે કરી ફરાર આરોપી જતીનભાઈ શુકરિયાભાઈ ગામીત વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application