Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Songadh:ઘર કામકાજ બાબતે પતી-પત્ની વચ્ચે બોલાચાલી થતા પત્ની એ ફોરેટ નામની દવા ગટગટાવી લેતા મોત

  • October 29, 2020 

પતી-પત્ની વચ્ચે થતી સામાન્ય બોલાચાલી કઈ ઘડીએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લઈ છે. તે કોઈ નથી જાણતું. આવો જ એક બનાવ સોનગઢ પોલીસ મથકે નોંધાયો છે. જેમાં ઘર કામકાજ બાબતે પતી-પત્ની વચ્ચે બોલાચાલી થયા બાદ પત્નીએ ફોરેટ નામની દવા ગટગટાવી લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

 

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સોનગઢ તાલુકાના બેડવાણ ખડકા ગામના આંગણવાડી ફળીયામાં રહેતા વિકેશભાઈ ભરતભાઈ ગામીત (ઉ.વ.30) અને તેમની પત્ની સંજીનાબેન વિકેશભાઈ ગામીત (ઉ.વ.26) બંને પતી-પત્ની વચ્ચે ઘર કામકાજ બાબતે બોલાચાલી થતા પત્ની સંજીનાબેન ગામીતે ગુસ્સામાં આવી જઈ તેના પતી વિકેશભાઈની ગેરહાજરીમાં ઘરમાં પડેલ ફોરેટ નામની દવા પી જવાના કારણે સંજીનાબેન નું જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું,

 

બનાવ અંગે વિકેશભાઈ ભરતભાઈ ગામીતની ફરિયાદના આધારે સોનગઢ પોલીસ મથકે આજરોજ બનાવ દાખલ કરી આગળની વધુ તપાસ હેડકોન્સ્ટેબલ સતીષભાઈ નાનસિંગભાઈ કરી રહ્યા છે.(ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application