Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના ઘાસિયામેઢા ગામ નજીક ટ્રકના દરવાજા માંથી બહાર ફેંકાઈ જતા ક્લીનર નું મોત

  • December 07, 2020 

સોનગઢના ઘાસિયામેઢા ગામની સીમમાં આવેલ મેઢા ફળિયા પાસે શેરડી ભરી લઇ જતી ટ્રકના દરવાજા માંથી બહાર ફેંકાઈ જતા ક્લીનર નું મોત નીપજ્યું હોવાનું બનાવ પોલીસ મથકે નોંધાયો છે.

 

 

 

મળતી માહિતી અનુસાર સોનગઢ તાલુકાના ગુનખડી ગામના ગોડાઉન ફળીયામાં રહેતો અને ટ્રક પર ક્લીનર તરીકે કામ કરતો 19 વર્ષીય યુવક વિજયભાઈ રાજેશભાઈ ગામીત નાનો ટ્રકનો દરવાજો ખોલી બહાર તરફ જોવા માટે નીકળતા અચાનક દરવાજા માંથી બહાર નીચે તરફ ફેંકાઈ જતા કોઈ અગમ્ય કારણસર વિજય ગામીતનું મોત નીપજ્યું હતું.

 

 

 

બનાવ અંગે ટ્રક ડ્રાયવર સુનીલભાઈ સુકર્યાભાઈ ગામીત રહે, ગુનખડી ગામ પીલ્લર ફળિયું તા.સોનગઢ નાઓએ પોલીસને જાણ કરતા સોનગઢ પોલીસે બનાવ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application