સોનગઢનાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે કોલેજનાં વિદ્યાર્થીઓ વ્યસન મુક્ત રહે અને વ્યસન મુક્તિ અંગે જાગૃતિ થાય તે હેતુથી ઉકાઈ સ્વામિનારાયણ મંદિરનાં દેવરત્ન સ્વામી તથા રવજી ભગત સ્વામીજીએ વ્યસન મુક્તિ અભિયાન પર પોતાના વ્યક્તત્વથી વિસ્તૃત જાણકારી આપી હતી. જયારે વ્યસનથી વ્યક્તિનું જીવન નરકમય બની જાય છે અને કેન્સર જેવી મોટી બીમારી આવે છે.
વ્યક્તિ આર્થિક અને શારીરિક રીતે વ્યક્તિ પાયમાલ થઈ જાય છે અને બહેનો નાની ઉંમરમાં વિધવા થઈ જાય છે જેથી વ્યસનથી બચવા માટે પોતાના વકતવ્ય દ્વારા સ્વામીએ વિસ્તૃત માહિતી આપી હતી. વર્તમાન સમયમાં વિશ્વમાં વ્યસનથી થતા રોગોનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. જેનાથી બચવા માટે આખું વિશ્વ (WHO) ચિંતા કરે છે. વર્તમાન યુગમાં વ્યક્તિનો સૌથી મોટો દુશ્મન વ્યસન છે જે અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર રાકેશ ગામીતએ કર્યું હતું અને આચાર્યશ્રી ડો.રાજેશભાઈ પટેલે સ્વાગત પ્રવચન અને સ્વામીનો પરિચય આપ્યો હતો અને વિદ્યાર્થીઓને વ્યસનથી બચવા જણાવ્યું હતું. જોકે આ કાર્યક્રમાં તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application