Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : શિશોર રોડ પરથી ઈંગ્લીશદારૂના જથ્થા સાથે કાર ચાલક પકડાયો,એક વોન્ટેડ

  • June 19, 2022 

સોનગઢના વેલઝર ગામના ચાર રસ્તા પાસેથી શિશોર ગામ તરફ જતા રોડ પરથી એક કારમાં લઇ જવાતો ઈંગ્લીશદારૂના જથ્થા સાથે જિલ્લા પ્રોહી સ્કોડની ટીમે એક કાર ચાલકને ઝડપી પાડ્યા હતો જોકે દારૂ મંગાવનાર એક શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.


મળતી માહિતી મુજબ સોનગઢ પ્રોહી સ્કોડની ટીમ શનિવાર નારોજ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે સોનગઢ તાલુકાના વેલઝર ગામના ચાર રસ્તા પાસેથી શિશોર ગામ તરફ જતા રોડ પરથી એક સ્વીફ્ટ ફોર વ્હીલ ગાડી અટકાવી તેમાં તપાસ કરતા ગાડીમાંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશદારૂની કુલ બાટલીઓ નંગ ૧૯૨ જેની કિંમત રૂપિયા ૨૨,૮૦૦/-નો પ્રોહી મુદ્દામાલ મળી આવ્યો હતો.


કાર ચાલકનું નામઠામ પૂછતા તેણે પોતાનું નામ મનુભાઈ ઈશ્વરભાઈ દેસાઈ હાલ રહે, સાંઈ ટાઉનશીપ, સ્ટેશન રોડ સુનીલભાઈના ભાડાના મકાનમાં-સોનગઢ મૂળ રહે,હીરાવાડી દેસાઈવાસ- પાટણ નાનો હોવાનું જણાવ્યું હતું. જયારે પીન્ટુ ચૌધરી રહે,ગવાસી તા.માંડવી-સુરત નાએ દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું બાદમાં જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.


બનાવ અંગે જિલ્લા પ્રોહી સ્કોડમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ બલીરામની ફરિયાદના આધારે પકડાયેલા આરોપી પાસેથી મળી આવેલ રૂ.૨૨,૮૦૦/-નો ઈંગ્લીશદારૂ, રૂ.૫૦૦/-નો એક મોબાઈલ ફોન અને રૂ.૫ લાખની કાર મળી કુલ રૂપિયા ૫,૨૩,૩૦૦/- નો મુદ્દામાલ કબજે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application