Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના ભૂરીવેલ ગામ પાસે અજાણ્યા ટ્રેક્ટર અડફેટે બાઈક ચાલકને ગંભીર ઈજા

  • January 05, 2021 

સોનગઢના ભૂરીવેલ ગામ પાસે જાહેર રોડ ઉપર અજાણ્યા ટ્રેક્ટર અડફેટે બાઈક ચાલકને ગંભીર ઈજા પહોચી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધવામાં આવી છે,

 

 

મળતી માહિતી અનુસાર વાલોડ તાલુકાના બુહારી ગામે રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા મુકેશભાઈ લક્ષ્મણભાઈ ગુજ્જર નાનો સાંજના સમયે પોતાના કબજાની મોટર સાયકલ લઈ ઉકાઈ ખાતે મામાના ઘરેથી પોતાના ઘરે પરત આવતા હોય તે દરમિયાન ભૂરીવેલ ગામ પાસે જાહેર રોડ ઉપરએક અજાણ્યા ટ્રેક્ટર ચાલકે પોતાના ક્બ્જાનું ટ્રેક્ટર પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઇ આવી મુકેશભાઈ ગુજ્જર ની મોટર સાયકલ ને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં મુકેશભાઈને ઓછી વત્તી તેમજ ગંભીર ઈજાઓ પહોંચતા ઈમરજન્સી સેવા 108 ની મદદથી સોનગઢ ખાતે સારવાર માટે લઈ આવેલ ત્યારબાદ વ્યારા સરકારી હોસ્પિટલમાં રીફર કરેલ જોકે મુકેશભાઈની તબિયત લથડતા વધુ સારવાર અર્થે સુરત સિવિલ ખાતે અને ત્યારબાદ વધુ સારવાર માટે કિરણ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.

 

 

બનાવ અંગે ઈજાગ્રસ્ત યુવકની માતા અમરીબેન લક્ષ્મણભાઈ ગુજ્જર ની ફરિયાદની આધારે મહિધરપુરા-સુરત પોલીસ મથકે અજાણ્યા ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી માટે ઉકાઈ પોલીસને જાણ કરવામાં આવી છે,


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application