Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું અને માસ્ક પહેરવું ફરજિયાત છે.પણ શું પોલીસકર્મીને કોઈ નિયમો લાગુ પડતા નથી?

  • May 26, 2021 

સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું અને માસ્ક પહેરવું ફરજિયાત છે. પણ શું આ નિયમો માત્ર જનતા માટે જ ? આ ફોટા પરથી એવું લાગી રહ્યું છે કે પોલીસકર્મી/ટીઆરબી જવાનને કોરોના થતો નથી, કોરોના ફક્ત સામાન્ય જનતા માટે જ છે. તાપી ઉપરાંત સમગ્ર ગુજરાતમાં હાઈકોર્ટ ના નિર્ણય બાદ દંડની રકમ ૧૦૦૦ રૂપિયા કરી નાખવામાં આવી છે.

 

 

 

 

સરકારે પહેલા ગુજરાતમાં માસ્ક ન પહેર્યું હોય તો ૫૦૦ રૂપિયા દંડની જોગવાઈ કરી હતી,જેને હાઈકોર્ટના નિર્ણય બાદ વધારીને ૧૦૦૦ રૂપિયા કરી નાખવામાં આવી. એક બાજુ સમગ્ર ગુજરાતમાં વેપાર ધંધાઓ પાડી ભાંગ્યા છે. ખાસ કરીને મધ્યમ અને ગરીબવર્ગના લોકો આર્થીક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. લોકોની આવક પણ બંધ થઇ છે. એટલું જ નહી ગરીબ લોકોને તો બે ટંકના ભોજનના ફાંફા પડી રહ્યા છે. તેમાં શંકાને કોઈ સ્થાન નથી. એવામાં સરકાર આ નિર્ણયથી જાનને દાજ્યા પર ડામ આપ્યો હોય તેવી પરિસ્થતિ સર્જાઈ છે.

 

 

 

 

કારણ કે કોરોનાની ગાઈડલાઈન મુજબ ઘરથી બહાર નીકળતી વખતે માસ્ક ફેરવું ફરજિયાત છે.અન્ય લોકોથી યોગ્ય અંતર રાખવું,દુકાનદારે સેનેટાઈઝરની વ્યવસ્થા અને દુકાન આગળ ગોળ કુંડાળા રાખવા, હેન્ડ ગ્લોવ્ઝ પહેરવા, બાઈક ચાલકે પણ પહેરવા વિગેરે વિગેરે, બીમારીને લગતા કોઇપણ લક્ષણ દેખાય તો સારવાર કેન્દ્ર જવું આવી રીતે જ કોરોનાની ચેઈનને તોડી શકાશે અને આપણે તથા લોકો સુરક્ષિત રહેશે. બીજી તરફ માસ્કને લઈને અનેક જગ્યા પર પોલીસ અને લોકો વચ્ચે તકરાર થતી રહે છે. તેમાંપણ સરકારે માસ્ક નહી પહેરવાના દંડમાં વધારો તો કર્યો જ છે.

 

 

 

 

 

સાહેબની કાર્યવાહીમાં જ જોવાનું જ રહ્યું.. 

અહી તાપી જિલ્લાના માત્ર સોનગઢ નગરની જ વાત કરીએ તો, કોરોનાની ગાઈડલાઈનનું નગરમાં કડક પાલન કરાવતી પોલીસના કેટલાક કર્મીઓ ઓટા બ્રીજ નીચે સોશિયલ ડીસ્ટન્સ-માસ્ક વગર તો કોઈક પોલીસ સ્ટેશન સામે માસ્ક વગર કેમેરામાં કેદ થઇ ગયા હતા. ત્યારે સોનગઢ પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓ આવા કર્મીઓ સામે જાહેરનામાના ભંગ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે કે પછી હોતા હે ચલતા હે ની નીતિ અપનાવશે તે તો સાહેબની કાર્યવાહીમાં જ જોવાનું જ રહ્યું.. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application