Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના શિવાજીનગરનો યુવક બીયરના ટીન સાથે પકડાયો, સિકંદર સહિત ચાર જણા વોન્ટેડ

  • November 05, 2020 

તાપી જીલ્લા ડીવાયએસપી સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે આજરોજ સોનગઢના જેસિંગપુરા ટેકરા રોડ ઉપરથી એક મોપેડ ગાડી પર લઇ જવાતો ઈંગ્લીશદારૂના મુદ્દામાલ સાથે એક યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે. જોકે મોપેડ પર સવાર અન્ય બે યુવકો નાશી છુટ્યા હતા.

 

 

તાપી ડીવાયએસપી સ્ટાફના માણસોએ આજરોજ બપોરના સમયે સોનગઢ તાલુકાના જેસિંગપુરા ટેકરા રોડ ઉપરથી એક મોપેડ ગાડી નંબર જીજે/26/એએ/6970 ને ઝડપી પાડી હતી. જોજે મોપેડ ગાડી પર સવાર અન્ય બે યુવકો પોલીસને જોઈ ભાગવામાં સફળ રહ્યા હતા. આ બનાવમાં મોપેડ ચાલક નીતેશભાઈ રાજુભાઈ ધનગર રહે, શિવાજી નગર-સોનગઢ ના પાસેથી એક મીણીયા કોથળામાંથી ઈંગ્લીશદારૂ બીયર ટીન નંગ-45 જેની કિંમત રૂપિયા 45,00/- તથા એક મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યો હતો.

 

 

પોલીસ તપાસમાં નાશી છુટેલા યશભાઈ ભરતભાઈ ચૌધરી રહે, શિવાજી નગર-સોનગઢ અને મેહુલભાઈ ગામીત રહે,ખેરવાણ તા.સોનગઢ નો હોવાનું જાણવા મળ્યું હતું,જયારે સિકંદર ઉર્ફે સુકનજી શાંતુ ગામીત અને નેપાલી ઉર્ફે ઓમનાથ સુરભાન સહાની બંને રહે, શિવાજીનગર-સોનગઢ નાઓએ દારૂનો મુદ્દામાલ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું. ચારેય જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

 

 

આ બનાવમાં હેડકોન્સ્ટેબલ સંદીપભાઈની ફરિયાદના આધારે ઈંગ્લીશદારૂ, મોપેડ અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 25,000/- નો મુદ્દામાલ જપ્ત કરી સોનગઢ પોલીસ મથકે પાંચેય આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application