Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : ઘોડા ગામે 36 વર્ષીય ઇસમે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો

  • December 16, 2020 

મૂળ ધાનજીવના થાના ફરહ,મથુરા-ઉત્તરપ્રદેશ અને હાલ રહેતા સોનગઢ તાલુકાના ઘોડા ગામના પીપળ ફળીયામાં રૂપેશભાઈ રણવીર સિંગ (ઉ.વ.36 ) નાઓ સીપીએમ ખાતે કોન્ટ્રાકટ હેઠળ ચારેક માસથી ડ્રાયવરની નોકરી કરી પરિવાર નું ગુજરાન ચાલાવતા  હતા.

 

 

 

જોકે કોઈ અગમ્ય કારણસર રૂપેશભાઈએ આજરોજ ઘોડા ગામના પીપળ ફળીયામાં આવેલ કોતરના કિનારે આમલીના ઝાડની ડાળી સાથે દોરડા વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

 

 

બનાવ અંગે મૃતકની પત્ની ટીનાબેન રૂપેશભાઈ સિંગની ફરિયાદના આધારે ઉકાઈ પોલીસ મથકે અકસ્માત મોત દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application