Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : બાઈકમાં ચોરખાનુ બનાવી દારૂની હેરાફેરી કરતો જમાદાર ફળિયાનો યુવક પકડાયો, એક વોન્ટેડ

  • May 19, 2021 

સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે મંગળવારે મોડીસાંજે સોનારપાડા ગામની સીમમાથી પસાર થતો નેશનલ હાઇવે માર્ગ પર આવેલ એચ.પી.પેટ્રોલ પંમ્પની સામેથી એક મોટર સાયકલ નંબર જીજે/26/એમ/2961 ને ફિલ્મી ઢબે પીછો કરી બાઈક ચાલકને ઝડપી પાડી તપાસ કરતા બાઈકની પેટ્રોલ ટાંકીની નીચે બનાવેલ ચોરખાના માંથી તથા સીટ નીચેથી દેશીદારૂ સુગંધી સંતરાની બોટલો નંગ 34 જેની કિંમત રૂપિયા 17,00/- નો દારૂ મળી આવ્યો હતો.

 

 

 

 

આ બનાવમાં બાઈક ચાલક રાકેશભાઈ ભીખાભાઈ પટેલ રહે, જમાદાર ફળિયું-સોનગઢ નાની અટક કરી પૂછપરછ હાથ ધરતા દારૂનો મુદ્દામાલ કમલેશ ઉર્ફે કોનીલેશભાઈ રમેશભાઈ ગામીત રહે, નિશાળ ફળિયું, સાદડકુવા ગામ-સોનગઢ નાએ દારૂ નો જથ્થો ભરી આપ્યો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું. જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

 

 

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ અર્જુનભાઈની ફરિયાદના આધારે 17,00/- કિંમતનો દારૂ અને 20 હજારની કિંમતની બાઈક મળી કુલ રૂપિયા 21,700/- નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application