સોનગઢ તાલુકાના ખડી ગામના નિશાળ ફળીયામાં પિયરમાં રહેતી 23 વર્ષીય હસીનાબેન યોહાનભાઈ ગામીત ગત તારીખ 23મી ઓક્ટોબર નારોજ રસોઈ બનાવવા કેરોસીન નાખી ચૂલો સળગાવેલ અને કેરોસીન નું કારબુ નજીક મુકેલ અને રોટલા બનાવવાની તૈયારી કરતી હતી.
તે વખતે તેમની 3 વર્ષીય નાની છોકરી રૂસ્તા કુમારી રમતી રમતી આવેલ જેનાથી કારબુ અડી જતા કેરોસીન ભરેલું કારબુ નીચે પડ્યું હતું અને કેરોસીન ઉડતા ચૂલામાં પડતા એકદમ ભડકો થયો હતો. જેના કારણે હસીનાબેન ગામીતે પહેરેલ કપડાને આગ લાગી જતા શરીરે દાઝી જતા સારવાર અર્થે જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે દાખલ દાખલ કરવામાં આવી હતી.
જ્યાંથી વધુ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે તા.26 ઓક્ટોબર નારોજ દાખલ કરવામાં આવ્યા. જ્યાં સારવાર દરમિયાન તા.9મી ડીસેમ્બર નારોજ હસીનાબેન ગામીત નું મોત નીપજ્યું હોવાનો બનાવ સોનગઢ પોલીસ મથકે દાખલ કરવામાં આવ્યો છે. બનાવ અંગે હસીનાબેન ગામીતના પતી યોહાન ગામીતે સોનગઢ પોલીસને જાણ કરી હતી જેના આધારે પોલીસે બનાવ રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500