Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : ઘર કંકાસને લઇ પત્નીએ પતિના પેટમાં ચપ્પુ માર્યું,પતિની હાલત ગંભીર

  • May 24, 2022 

દરેક ઘરમાં પતિ-પત્ની વચ્ચે ક્યારેક તો નાનો-મોટો ઘર કંકાસ રહેતો હોય છે, પરંતુ ક્યારેક આ ઘર કંકાસ એટલી હદે વધી જતો હોય છે કે, માણસના જીવ પર આવી પડે છે. આવી જ એક ઘરકંકાસની ઘટના તાપીના સોનગઢમાં બની છે.


મળતી માહિતી અનુસાર સોનગઢ તાલુકાના વડપાડા પ્રો.ઉમરદા ગામના પારસી ફળીયામાં રવિવારની રાત્રીએ એક ઘરમાં ઘર કંકાસને લઈ પત્નીએ પતિના પેટમાં ચપ્પુ માર્યું હોવાની ઘટના સોનગઢ પોલીસ ચોપડે નોંધાઈ છે.


સોનગઢના વડપાડા પ્ર. ઉમરદા ગામે પારસી ફળીયામાં પરિવાર સાથે રહેતો અને મજુરી કામ કરી ગુજરાન ચલાવતો સુરેશભાઈ રામપ્રકાશભાઈ ગામીતએ માતા વિરુદ્ધ પોલીસને ફરિયાદ આપતા જણાવ્યું હતું કે,રવિવાર નારોજ પિતા રામપ્રકાશભાઈ ગામીત અને માતા શુલીબેન ગામીત બંને વચ્ચે ઝગડો થયો હતો. જેથી બંને જણાને સમજાવી સુઈ જવા માટે કહ્યું હતું.  રાત્રીના આશરે નવેક વાગ્યાના અરસામાં ભાભી સુનીતાબેને “પપ્પાને ચપ્પુ મારી દીધું” તેવી બુમો જોરજોરથી પાડવા લાગી હતી. જેથી ઘરમાં જઈ જોતા શુલીબેનએ તેમના રામપ્રકાશભાઈના પેટમાં ચપ્પુ મારી તેઓને પકડી રાખ્યો હતો. રામપ્રકાશભાઈ લોહીલુહાણ હાલતમાં નજરે પડી રહ્યા હતા. જોકે પડોશના લોકો દોડી આવતા શુલીબેન જતા રહ્યા હતા.  


આ ઘટના બાદ રામપ્રકાશભાઈને ગંભીર હાલતમાં ઈમરજન્સી સેવા ૧૦૮ની મદદથી પ્રથમ સોનગઢ અને ત્યારબાદ વ્યારા જનરલ હોસ્પિટલ અને ત્યાંથી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પુત્ર સુરેશભાઈની ફરિયાદના આધારે માતા શુલીબેન ગામીત વિરુદ્ધ સોનગઢ પોલીસે સોમવાર નારોજ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application