Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ માંથી મોટર પંપ સગેવગે કરતા મોપેડ ચાલક પકડાયો, બે વોન્ટેડ

  • June 19, 2022 

સોનગઢના અલીફ નગર પાસેથી મોપેડ ગાડી ઉપર મોટર પંપ સગેવગે કરવા મૂકી લઇ જતા મોપેડ ચાલકને જિલ્લા  પ્રોહી સ્કોડની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.જોકે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. જેમની શોધખોળ ચાલી રહી છે.


હિતેશભાઈ ગામીત તથા તેની સાથે ભરતભાઈ ઉર્ફે ડેબો બંને રહે.સોનારપાડા-સોનગઢ ણાઓ મોટર પંપ આપી ગયા હતા.

મળતી માહિતી અનુસાર તાપી જિલ્લા પ્રોહી સ્કોડમાં ફરજ બજાવતા હેડકોન્સ્ટેબલ સંદીપભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ બલીરામ શનિવાર નારોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે સોનગઢના અલીફ નગર વિસ્તારમાંથી શંકા સ્પદ હાલતમાં મોટર પંપ મૂકી લઇ જતો એક ટીવીએસ સ્કુટી મોપેડ ગાડી નંબર જીજે/૦૪/એજે/૧૯૭૯ના ચાલકને અટકાવી તેની પૂછપરછ કરતા..


તેણે પોતાનું નામ મુકતારશા કાદરશા ફકીર (ઉ.વ.૫૧) રહે,અલીફ નગર-સોનગઢ નાનો હોવાનું જણાવ્યું હતું,બાદમાં સ્કુટીની પાછળ મુકેલ એક પીળા કલરનો લુબી કંપનીનો મોનો બ્લોક પંપસેટ (મોટર પંપ) બાબતે પુરાવાની માંગણી કરી હતી જોકે પોલીસને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. પોલીસની વધુ અને કડક પૂછપરછમાં મોપેડ ચાલકે જણાવ્યું હતું કે,હિતેશભાઈ ગામીત તથા તેની સાથે ભરતભાઈ ઉર્ફે ડેબો બંને રહે.સોનારપાડા-સોનગઢ નાઓએ તેમની પાસેની એક કાળા કલરની હોન્ડા સાઈન મોટર સાયકલ નંબર જીજે/૨૬/એફ/૮૩૫૮ ની ઉપર લઈને મોટર પંપ આપી ગયા હતા.


બનાવ અંગે જિલ્લા પ્રોહી સ્કોડના પોલીસકર્મીની ફરિયાદના આધારે સ્કુટી મોપેડ ગાડી અને મોટર પંપ મળી કુલ રૂપિયા ૩૦ હજારનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application