સોનગઢના ધમોડી ગામે પોલીસ સ્ટાફના માણસો દ્વારા એક દુકાનદાર મહિલાના ત્યાં બાતમીના આધારે રેસ કરી ૩૧ હજારથી વધુના ઈંગ્લીશ દારૂનો જથ્થા સાથે મહિલાની અટકાત કરવામાં આવી હતી,જોકે દારૂ સપ્લાયરને પોલીસ ચોપડે ફરાર જાહેર કરવામાં આવ્યો છે.
સોનગઢ પોલીસ સ્ટાફના માણસો આજરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ સોનગઢ તાલુકાના ધમોડી થી સરેય્યા તરફ જતા રોડ પર કોકણી ફળીયામાં આવેલ કુંજુબેન નરેશભાઈ ગામીત નાઓના દુકાને જઈ તપાસ કરતા તેની દુકાન માંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની અલગ અલગ જગ્યાએથી અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની કુલ બોટલો નંગ-૪૦૩ જેની કિંમત રૂપિયા કુલ ૩૧,૬૫૦/-ના જથ્થા સાથે કુંજુબેન નરેશભાઈ ગામીત રહે.ધમોડી ગોવળી ફળિયું તા.સોનગઢ નાની અટકાયત કરી હતી.પોલીસ તપાસમાં મહારાષ્ટ્ર લક્કડકોટનો આશિષ નામનો વ્યક્તિ એકટીવા ગાડી પર ઈંગ્લીશ દારૂનો જથ્થો સપ્લાય કરી ગયો હોવાનું જાણવા મળતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ સંદીપભાઈની ફરિયાદના આધારે બંને આરોપીઓ સામે સોનગઢ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application