સોનગઢના યુવકે સગીરાને લગ્નની લાલચ આપી તેને ગર્ભવતી બનાવતા મામલો પોલીસ મથકમાં પહોંચ્યો છે. પોલીસે યુવક વિરુદ્ધ પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર સોનગઢના દેવજીપુરામાં રહેતો જયેશભાઈ ઈશ્વરભાઈ રાઠોડ એ ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક સગીરાને લગ્નની લાલચ આપી તેને લાલચવી ફોસલાવી આશરે દોઢ વર્ષથી સગીરાને પ્રેમજાળમાં ફસાવી,પટાવી ફોસલાવી સગીરાની મરજી વિરુદ્ધ સોનગઢના મેઢા ગામના આમલીપાડા ફળીયામાં અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. આ દરમ્યાન સગીરા ગર્ભવતી થઈ ગઈ હતી.
જેની પરિવારજનોને જાણ થતાં સગીરાએ યુવકની હરકત અંગે સમગ્ર હકીકત જણાવી હતી. દરમ્યાન શનિવારના રોજ સગીરાના પરિવારજનોએ જયેશ રાઠોડ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરતાં સોનગઢ પોલીસે પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500