Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : વાડીભેંસરોટ ગામનો શખ્સ એકટીવા ગાડી પર દારૂની 96 બોટલો સાથે પકડાયો

  • January 07, 2021 

સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ સોનગઢ ટાઉન આશીર્વાદ હોટલની સામે આવેલ સર્વિસ રોડ ઉપરથી એક એકટીવા મોટર સાયકલ નંબર જીજે/26/એચ/8344 ને ઝડપી પાડી તપાસ કરતા એક બેગમાંથી ઈંગ્લીશ દારૂની-દેશીદારૂ સુગંધી સંતરાની બોટલો નંગ 96 જેની કિંમત રૂપિયા 4,800/- નો દારૂ મળી આવ્યો હતો,

 

 

આ બનાવમાં એકટીવા ગાડીનો ચાલક સમીયેલભાઈ જમાભાઈ ગામીત (ઉ.વ.35) રહે, વાડીભેંસરોટ ગામ, નિશાળ ફળિયું તા.સોનગઢ નાની અટક કરી પૂછપરછ હાથ ધરતા દારૂનો મુદ્દામાલ બુધિયાભાઈ રાનિયાભાઈ ગામીત રહે, લક્કડકોટ, તા.નવાપુર-મહારાષ્ટ્ર નાએ દારૂ નો જથ્થો પૂરો પાડ્યો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું. જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે,

 

 

બનાવ અંગે હેડહેડકોન્સ્ટેબલ સરજીતભાઈની ફરિયાદના આધારે 4,800/- કિંમતનો દારૂ અને 20 હજારની કિંમતની એકટીવા ગાડી મળી કુલ રૂપિયા 24,800/- નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application