Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : કોથળામાં ઈંગ્લીશ દારૂની બાટલીઓ ભરી લઇને જતો શ્રીરામ નગરનો શખ્સ ઝડપાયો

  • May 21, 2021 

સોનગઢના દશેરા કોલોની વિસ્તારમાં આવેલ ઈંટના ભઠ્ઠા નજીકથી ખભે કોથળામાં દારૂની બાટલીઓ લઇને જતો એક ઇસમને પોલીસે ઝડપી પાડી વિદેશીદારૂની 144 બોટલો કબજે કરી હતી.

 

 

 

 

સોનગઢ પોલીસ સ્ટાફના માણસો ગુરુવારે સાંજે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે, લક્કડકોટ ગામની સીમમાં આવેલ ડુંગર તરફથી રેલ્વે નાળામાંથી સોનગઢના દશેરા કોલોની તરફ એક ઇસમ પીળી ટી-શર્ટ પહેરેલ જે ઇસમે પોતાના ખભે એક પ્લાસ્ટિકના કોથળામાં ઈંગ્લીશ દારૂની બાટલીઓ લઈને આવે છે. જે બાતમીના આધારે સોનગઢના દશેરા કોલોની વિસ્તારમાં આવેલ ઈંટ ભઠ્ઠા પાસેથી એક ઇસમ પોતાના ખભે મૂકી બે કોથળામાં કઇંક લઈ જઈ રહ્યો હતો તેને ઝડપી પાડી પૂછપરછ કરતા તેણે પોતાનું નામ પ્રકાશભાઈ ગિરધારીભાઈ મહાલ રહે, શ્રીરામ નગર સોસાયટી-સોનગઢ નાનો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેના કબજામાંથી ઈગ્લીશ દારૂની ભારતીય બનાવટની દેશીદારૂ-સુગંધી સંતરાની કુલ બાટલીઓ નંગ-144 જેની કિંમત રૂપિયા 7,200/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 

 

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે દારૂની બાટલીઓ સાથે ઝડપાયેલ પ્રકાશ મહાલ વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application