સોનગઢ તાલુકાના ખોકસા ગામે રોડ ઉપર ગત તા.15-નવેમ્બર નારોજ મુકેશભાઈ રામાભાઈ ગામીત (ઉ.વ.40) રહે, ચીમકુવા ગામ, સોનગઢ નાનો પોતાની મોટર સાયકલ લઈને પોતાના ઘરેથી નીકળેલ તે સમયે દરમ્યાન ખોકસા ગામ પાસે મોટર સાયકલ સ્લીપ ખાઈ જતા મુકેશભાઈને શરીરે ગંભીર ઈજા પહોચતા તેઓને સારવાર માટે સીએચસી સોનગઢ ખાતે લઈ ગયેલ અને ત્યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ વ્યારા ખાતે લઈ ગયેલ અને ત્યાંથી પણ વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે લઈ ગયેલ જ્યાં બેભાન અવસ્થામાં દાખલ કરેલ જેઓની સારવાર દરમિયાન તા.23-નવેમ્બર નારોજ મોત નીપજ્યું હતું.
ખોકસા ગામ પાસે મોટર સાયકલ સ્લીપ ખાઈ જતા મુકેશભાઈને શરીરે ગંભીર ઈજા પહોચી હતી.
બનાવ અંગે હેડકોન્સ્ટેબલ પીન્ટુભાઈ જગ્ગનાથ ભાઈની ફરિયાદના આધારે તા.23મી નવેમ્બર નારોજ ખટોદરા પોલીસ મથકે અકસ્માત મોત બનાવ દાખલ કરવામાં આવ્યો હતો.ત્યારબાદ સોનગઢ પોલીસને જાણ કરવામાં આવતા તા.5મી ડીસેમ્બર નારોજ સોનગઢ પોલીસ મથકે બનાવ દાખલ કરી આગળની વધુ તપાસ હેડકોન્સ્ટેબલ દશરથભાઈ કરી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500